Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : લુપિન ફાઉન્ડેશન સપ્તાહ ઉજવણીના પ્રસંગે કોરોના વોરિયર્સનો સન્માન સમારંભ યોજાયો.

Share

તા. ૦૫/૧૦/૨૦૨૧ ના રોજ અંકલેશ્વરમાં આવેલી લુપિન કંપની હેઠળ લુપિન હ્યુમન વેલ્ફેર અને રિસર્ચ ફાઉન્ડેશનના વાર્ષિક ફાઉન્ડેશન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રકારની લોક કલ્યાણની પ્રવૃતિઓ જેવી કે સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, કોરોના વેક્સિનેશનમાં સહાય તેમજ આજરોજ કોરોના વોરિયર્સ જેવા કે ગવર્મેન્ટ મેડિકલ ઓફિસર, મહિલા હેલ્થ વર્કર, મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તથા પોલીસ કર્મચારીઓનો સન્માન સમારંભનો કાર્યક્રમ ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, ભાજપાના પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, જિલ્લા આરોગ્ય ઓફિસર જે. એસ. દુલેરા તથા લુપિન કંપનીના સાઈટ હેડ પ્રવિણદાન ગઢવીની હાજરીમાં યોજાયો.

આ પ્રસંગે નેત્રંગ તાલુકાના ગાલિબા ગામ ખાતે આવેલ માધ્યમિક શાળાના શૈક્ષણિક પ્રકલ્પનું પણ ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ તથા લુપિન કંપનીના સાઈટ હેડ પ્રવિણદાન ગઢવી દ્વારા ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું.

Advertisement

Share

Related posts

લોક ગીત ગાવાનો કાર્યક્રમ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર દ્વારા યોજવામાં આવ્યો.

ProudOfGujarat

નવસારી-વિશ્વની તમામ ભાષાઓમાં સંસ્કૃત સર્વોપરી

ProudOfGujarat

નર્મદા સુગર ધારીખેડામાં વહીવટદારની નિમણૂક કરવા ખાંડ નિયામકને રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!