અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ સ્થિત આવેલ ઝુંપડા તોડી નાંખતા આજરોજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને બે ઘર લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળી શકે એ માટે માંગ કરવામાં આવી હતી.
ગડખોલ પાટિયા ખાતે સરકારી જગ્યા પર છેલ્લા 30 વર્ષથી લોકો ઝુંપડા બાંધીને રહી રહ્યા છે તેઓના બાળકો અહિયાં ભણે છે તમામ ઝુંપડપટ્ટી વાસીના ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ તેઓનું આ જગ્યા પરનું છે તેવા ઝુંપડાઓને સરકાર દ્વારા તોડી નાંખવામાં આવ્યા છે ત્યારે 1000 જેટલા લોકો બેઘર થયા છે. ચોમાસાની ઋતુ હોય ત્યારે બે ઘર થયેલ ગરીબો જશે ક્યાં એ મોટો પ્રશ્ન ઊભો થયો છે. સરકાર દ્વારા ઝુંપડા તોડવામાં આવ્યા પણ તેની સામે વૈકલ્પિક સુવિધા આપવી જોઈએ જેવી સ્થાનિકો સહિત શહેર કોંગ્રેસ અધ્યક્ષની માંગ ઉઠી છે ત્યારે સરકારને રજૂઆત પહોચે તે માટે લેખિતમાં આવેદન અંકલેશ્વર મામલતદારને આપવામાં આવ્યું હતું. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ વાસડિયા, ચેતન પટેલ તેમજ કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર