અંકલેશ્વર પંથકમાં દર બે દિવસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાઇ રહ્યો છે ત્યારે ગુજરાત જેવા દારૂ નિષેધ રાજયમાં દારૂ આવે છે ક્યાંથી જે તપાસનો વિષય બની રહ્યો છે. અંકલેશ્વરના અંતરિયાળ વિસ્તારોમાં મોટા મોટા બુટલેગરો દારૂ લાવી અને નાના બુટલેગરો પોતાના આર્થિક ફાળા માટે તેનું વેચાણ કરે છે. ગતરોજ અંકલેશ્વરના ઉમરવાડા ગામ પાસેથી અને માંડવી ગામેથી લાખોની મત્તાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોથી મળતી માહિતી અનુસાર ઉમરવાડા ગામે એક સફેદ ઇક્કો ફોર વ્હીલ ગાડી GJ 16 BK 1407 માં આરોપી જિગ્નેશભાઈ જયંતિભાઈ વસાવા રહે. હજાત ભાથીજી ફળિયું, અંકલેશ્વર તેઓ પોતાની ગાડીમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની 750 મીલી કાચની બોટલો નંગ 48 જેની કિમત 19,200/- તથા 180 મીલીની કાચની બોટલો નંગ 384 જેની કિમત 38,400/- મળીને કુલ 57,600/- તથા ઈક્કો કાર કિં.રૂ. 1,00,000 મળી કુલ કિં.1,57,600 નો મુદ્દામાલ લઈને જઇ રહ્યો હતો ત્યારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના પંચના માણસો દ્વારા આરોપી સહિત ગાડી અને મુદ્દામાલ જપ્ત કરી દેવામાં આવ્યો હતો.
અન્ય સ્થળ માંડવા ગામ પાસે એક મહિલા બુટલેગર ઇલાબેન મગનભાઇ વસાવા રહે. માંડવા રોડ ફળિયું, અંકલેશ્વર પોતાના આર્થિક ફાળા માટે ઘરમાં જ દારૂનું વેચાણ કરી રહ્યા હતા ત્યારે પોલીસને બાતમી મળતાં રેડ કરતાં ઘરમાંથી ભારતીય બનાવટનાં ઇંગ્લિશ દારૂની 180 મીલીની 72 નંગ બોટલો મળી આવી હતી જેની કુલ કિંમત 7200 /- નો મુદ્દામાલ મળી આવેલ જેથી તેમણે પકડી પડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર