હાલ સમગ્ર વિશ્વની અંદર કોરોના વાયરસની ગંભીર બીમારીએ હાહાકાર મચાવ્યો હતો, ત્યારે ભારત દેશની અંદર પણ કોરોના વાયરસની બીમારીએ આતંક મચાવ્યો હતો, ત્યારે ભારત સરકારે સમગ્ર દેશની અંદર લોકડાઉન જાહેર કર્યું હતું, જેમાં ધાર્મિક તહેવારોના ઉપર પણ રોક લગાવી હતી.
સરકાર દ્વારા નિયમોને આધીન છૂટ આપતા એટલે નવરાત્રી મહોત્સવની અંદર આયોજકો અને ગરબા ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. અંકલેશ્વરના માલિ ખડકી, ભાલિયા વાડ વિસ્તારમાં પણ આયોજકો દ્વારા શેરી ગરબાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી અને સરકારના નિયમોને આધીન આરતી, શેરી ગરબા કરવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યું હતું.
છેલ્લા બે વર્ષોથી સમગ્ર દેશમાં કોરોના મહામારી એટલી ભરખી ગઈ હતી જેમાં લોકો તહેવારો કરવાનું ભૂલી ચૂક્યા હતા જે દેશ પોતાના તહેવારો માટે જાણીતો છે તે હવે ધીમે ધીમે શરૂ થઈ રહ્યા છે. કોરોના ગાઈડલાઇન પ્રમાણે તહેવારોની રમઝટ શરૂ થવા લાગી છે. કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ ન મળે તેની ખાસ જોગવાઇઓ કરવામાં આવી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર