આજરોજ ગાંધી જયંતિ નિમિતે સમગ્ર અંકલેશ્વર સહિત દેશભરમાં અલગ અલગ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે અંકલેશ્વર આઝાદ રોલિંગ શટર હવામહેલ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે આજરોજ અંકલેશ્વર આઝાદ રોલિંગ શટર હવામહેલ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બ્લડ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેન્ક સુરત દ્વારા 51 જેટલા બ્લડ દાતાઓ પાસેથી બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું અને રક્ત દાતાઓને સન્માન પત્ર આપવમાં આવ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેન્ક દ્વારા રક્તદાતાઓને આજીવન નિ:શુલ્ક બ્લડ આપવામાં આવશે.
આજરોજ પઠાણ પરિવાર તેમજ સોસાયટીના તમામ રહીશો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. જેમાં 100 જેટલા લોકોનું બ્લડ ડોનેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને દરેક દ્વારા સારો પ્રતીભાવ મળ્યો હતો અને બ્લડ ડોનેશના કેમ્પ સફળ રહ્યો હતો.
મુકેશ વસાવા : અંકલેશ્વર