Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : પ્રતિન ચોકડી નજીક એક ટેમ્પાએ ત્રણ વાહનને અડફેટે લીધા.

Share

અંકલેશ્વરમાં પ્રતિન ચોકડી નજીક ટેમ્પાનાં ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ટેમ્પો રોંગ સાઈડ પર આવી ત્રણ વાહનને અડફેટમાં લીધા હતા. જેને પગલે ત્રણેય ગાડીના મુસાફરોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે અંકલેશ્વર પંથકમાં આવેલ જેમાં 2 ઇકો અને એક ટ્રાવેલ બસને એક ટેમ્પાએ અડફેટમાં લીધા હતા. જેમાં 1 ઇકોને સાઈડમાં ટક્કર મારી હતી તો બસને આગળની સાઈડ ધસી હતી અને એક ઇકોને આગળના બોનેટનાં ભાગમાં ટક્કર મારી હતી.સદનસીબે કોઈ પણ જાનહાની થઈ નથી. લોકોને માત્ર નાની મોટી ઇજાઓ થવા પામી છે. અકસ્માતના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટના સ્થળે પોલીસનો કાફલો પહોચ્યા બાદ ટ્રાફિકને હળવો કર્યો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની જી.આઈ.એલ કોલોનીના બંધ મકાનમાં ચોરી: રૂ! ૭૬,૪૦૦ના સોના-ચાંદીના ઘરેણાની ચોરી થી ચકચાર

ProudOfGujarat

કેન્દ્ર સરકારના નવા ટ્રાફિક નિયમન બાદ પી.યુ.સી કઢાવા રાજપીપળામાં વહેલી સવારથી લાંબી લાઈનો લાગી રહી છે.વાંચો અહેવાલ

ProudOfGujarat

સુરત મહાપાલિકાનાં 1000 જેટલાં સફાઈ કામદારોએ પોતાને કાયમી નોકરીની માંગ લઈ મહાપાલિકા કચેરી ખાતે આમરણાંત ઉપવાસ પર બેસી ન્યાયની માંગણી કરી રહ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!