આજરોજ મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે બાપુજીની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને જાહેર માર્ગ પર સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું.
આજે 2 જી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. આજના દિવસે આપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જન્મજયંતી નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી અને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી. તે સાથે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના દિવસે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી.
જેથી અંકલેશ્વરમાં ભાજપા પાર્ટી અને નગરપાલિકા દ્વારા લોકોને સ્વચ્છતા અંગે અપીલ કરવામાં આવશે અને લોકોને સાથ સહકાર આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. અંકલેશ્વરને સ્વચ્છ રાખવા નગરપાલિકા સાથે જાહેર જનતાએ સાથ આપવો આવશ્યક બને છે. જેથી અંકલેશ્વર સ્વચ્છ અને સુંદર બની શકશે તેવી અપીલ નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા દ્વારા કરવામાં આવી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે બાપુજીની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી શ્રધ્ધાંજલિ પાઠવી.
Advertisement