અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં દારૂના વેચાણનું ગેરકાયદેસરનું કામ ઘણું વધવા પામ્યું છે. ગુજરાત જેવા રાજયમાં દારૂબંધી હોય તેમ છતાં રાજયમાં દારૂ ક્યાથી આવી રહ્યો છે જે તપાસનો વિષય બને છે. અલગ-અલગ રાજ્યોમાંથી દારૂ મંગાવી અને ગુજરાતનાં નામચીન બુટલેગરો મોટાપાયે દારૂનું વેચાણ કરી રહ્યા છે.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર, મહિન્દ્રા કંપનીની XUV 500 ફોર વ્હીલર ગાડી નંબર GJ 19 AA 3388 નો ચાલક ફોર વ્હીલર ગાડીમાં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની 750 મીલીની કાચની બોટલ કુલ નંગ 07 જેની કિમત 2800/- તથા 180 મીલીની કાચની બોટલો કુલ નંગ 381 જેની કિમત 38100/- તથા બિયરની ટીન નંગ 23 જેની કિમત 2300 મળીને કુલ મુદ્દામાલ 43200/- લઈને જઇ રહ્યો હતો ત્યારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. જલધારા ચોકડી પાસે સહજ કોમ્પ્લેક્ષ નવરંગ કો.હો.સો.લી પ્લોટ નંબર 2021 ના એપાર્ટમેન્ટની બાજુમાં રોડની સાઇડમાં ફોરવ્હીલ ગાડીમાં મૂકીને ફરાર થયો હતો. જેથી XUV 500 અને મુદ્દામાલ મળીને કુલ રૂ. 5,43,200/-નો મુદ્દામાલ જપ્ત કરી અને બુટલેગરને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર