અંકલેશ્વર તાલુકાના તલાટી કમ મંત્રીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈ આજરોજ માસ સીએલ પર ઉતરી તાલુકા પંચાયત ખાતે ધરણા પ્રદર્શન કર્યા હતા.
આજરોજ રાજય મંડળના આદેશ અનુસાર અંકલેશ્વર તાલુકાનાં સૌ તલાટી મંડળના તમામ તલાટી કમ મંત્રીઓ સૌ એકઠા થઈ એક દિવસીય ધરણા પ્રદર્શન યોજ્યો હતો. મુખ્યત્વે તલાટીઓ દ્વારા સરકાર સમક્ષ માંગણીઓ કરવામાં આવી હતી કે જૂના/હાલના તલાટીઓ જે રીતે કામગીરી કરી રહ્યા છે અને રેવેન્યુ તલાટી જે રીતે કામ કરી રહ્યા છે જે સમાન કામગીરી હોય તો પગાર ધોરણ પણ સમાન જ હોવો જરૂરી છે. તબક્કાવાર કાર્યક્રમ મુજબ તમામ તલાટીઓ માસ સી.એલ. પર ઉતરી આવી ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા સરકારને રજૂ કરાયેલ કેડરના પડતર પ્રશ્નો :-
– 2004 થી 2006 વર્ષના તલાટીઓને ઉચ્ચતર પગાર ધોરણના લાભ આપવા
– તા.1-1-16 બાદ મળવાપત્ર પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્તો બાબતે યોગ્ય નિર્ણય લઈ મંજૂર કરવા બાબતે
– આંકડા વિસ્તરણ અધિકારી સહકર્મ પ્રમોશન આપવા
– રેવન્યુ તલાટી તથા પંચાયત તલાટી મર્જ કરવા મહેસૂલ વિભાગના 2017 માં થયેલ પરિપત્રનો અમલ કરવા અને રેવન્યુ તલાટીની માફક તલાટી
કમ મંત્રીને પ્રથમ ઉચ્ચતર ગ્રેડ પે 4400 રૂપિયા આપવા
– 2006 માં નિમણૂક પામેલ તલાટી કમ મંત્રીને 18-1-2017 ના થયેલ પરિપત્ર મુજબના લાભો આપી ઉચ્ચતર ધોરણો મંજૂર કરવા
– E-TAS કે અન્ય ઉપકરણથી તલાટી મંત્રીની હાજરી પૂર્વના નિર્ણયો રદ્દ કરવા
– આંતર જિલ્લા ફેરબદલીના લાભો ઝડપથી આપવા
– પંચાયત સિવની વધારાની કામગીરી ન સોંપવી
– તલાટીને ફરજ મોકૂફી કરવા ચોક્કસ કાર્યરીતિ અનુસરવામાં આવે
– તલાટીઓની પુનઃનિયુક્ત ઝડપી કરવામાં આવે
– તલાટીઓ પર વારંવાર થતાં હુમલાઓ રોકવા કાયદાકીય રક્ષણ
– એક ગામ એક તલાટીની નિમણૂક કરવા
મુકેશ વસવા : અંકલેશ્વર