Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર આર્ટસ અને કોમર્સ કોલેજમાં આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે “સ્વચ્છ ભારત” કાર્યક્રમનો શુભારંભ.

Share

અંકલેશ્વર આર્ટસ અને કોમર્સ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવની સ્વચ્છ ભારત : ૧ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર,૨૦૨૧ ” કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત કરતા એન.એસ.એસ પ્રોગ્રામ ઓફીસર ડો. જયશ્રી ચૌધરીએ ” સ્વચ્છ ભારત ” કાર્યક્રમ વિશે વાત કરી હતી. કાર્યકારી આચાર્ય ડો.હેમંત દેસાઈએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. “આઝાદીનોનો અમૃત મહોત્સવ”ના કોર્ડિનેટર પ્રવીણકુમાર પટેલે સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજીના જન્મ જયંતી અને ઉત્સાહભેર ઉજવણી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અર્થશાસ્ત્ર વિભાગના વડા ડો.કે.એસ.ચાવડાએ ” ગાંધીજી અને સ્વચ્છતા અને યુવાનોની ભાગીદારી ” વિશે પ્રાસંગિક ઉદબોધન કરતા કહ્યું હતું કે , ” ગાંધીજી એક પોતળીધારી સંત હતા.

મોહનચંદ ગાંધીથી શરૂ કરીને મહાત્મા સુધીની સફર તેમણે કરી જેમાં ભારત દેશને અહિંસક સ્વતંત્રતાની ભેટ તેમણે આપી. હકીકતમાં આઝાદીનો અમૃત મહોત્સવ એટલા માટે ઉજવવામાં આવી રહ્યો છે કે યુવાઓમાં આઝાદીમાં સ્વતંત્ર વીરોએ જે સમર્પણ અને ત્યાગ કર્યો હતો તેની જાણકારી મળે અને ” સ્વચ્છ ભારત ” ૧ ઓક્ટોબરથી ૩૧ ઓક્ટોબર સુધીની ઉજવણી અંતર્ગત યુવાઓમાં સ્વચ્છતાના ગુણોનો વિકાસ થાય. એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ બસ સ્ટેન્ડ કે જાહેર જગ્યાએ જ્યાં કચરો દેખાય ત્યાંથી ઉઠાવીને કચરા પેટીમાં નાખવો જોઈએ અને સમાજમાં સ્વચ્છતાનો સંદેશ ફેલાવવો જોઈએ. આવા સાંકેતિક કાર્યક્રમ અંતર્ગત આપણા જીવનમાં જે સુટેવો ઘડાય છે કે જીવનભર વણાઈ જાય એ એનો હેતુ છે.

સહુએ આ સ્વચ્છતા વિરોધી કુટેવોમાંથી સ્વચ્છતાના સિપાહી બનીને પરિવર્તનના વાહક બનવાનું છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આઝાદીના સંઘર્ષોને યાદ કરીને નૂતન ભારતની ઉજ્જવળ છબી ઉજાગર કરવાની જવાબદારી આપણા શિરે છે. ” ડો. વર્ષા પટેલે ” ગાંધીજીનો સાહિત્ય પર પ્રભાવ ” એ વિષય પર વક્તવ્ય આપતા કહ્યું હતું કે, ” સાદગી સરળતા નિખાલસતા અને આત્મશ્રદ્ધાનો રણકાર ગાંધીજીના સાહિત્યમાં જોઈ શકાય છે. સત્ય, અહિંસા, નીડરતા જેવા અનેકવિધ ગુણોને જીવનમાં ઉતારીને પોતાની જાદુઈ લાકડી ફેરવીને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વતંત્રતાનો મંત્ર ગાંધીજીએ આપ્યો. ગાંધીજીએ હરિજનોને અપનાવ્યા. ઐતિહાસિક દાંડી કૂચ કરી. હકીકતમાં ગાંધીજીનું જીવન જ એક સંદેશરુપ છે. ગાંધીજીએ કહ્યું કે સામાન્ય કોશિયો કે ખેડૂત , અદનો‌ માણસ કે છેવાડાનો માણસ સમજી શકે એવી સાદી સરળ ભાષામાં સાહિત્ય સર્જન થવું જોઇએ. ગુજરાતી સાહિત્યના લેખકો સુંદરમ, ઉમાશંકર જોશી વગેરે અનેક સર્જકોએ ગાંધીજીના આહ્વાનને અપનાવીને એવું સાહિત્ય સર્જન કર્યું જેમાં સામાન્ય માણસની સંવેદનાઓને ગાંધીયુગના સાહિત્યમાં અભિવ્યક્તિ આપવામાં આવી.” કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ ડો. જયશ્રી ચૌધરીએ કરી હતી.

Advertisement

આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી તમામ વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ રેલી કરીને સ્વચ્છતા અને ગાંધીજીને બિરદાવતા સૂત્રોચ્ચાર કરતા કોલેજ કેમ્પસથી કોલેજ બસ સ્ટેશન સુધી પદયાત્રા કરી હતી અને આ દરમિયાન પ્લાસ્ટિક રેપર તથા કચરો વીણીને એકત્રિત કર્યા હતા. એન.એસ.એસ.ના તમામ ગ્રુપ લીડર અને ક્લાસ મોનીટર સૌએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો. કાર્યક્રમની સફળતા માટે એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર રાજેશ પંડ્યાએ શુભેચ્છાઓ પાઠવી હતી.


Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ અંસાર માર્કેટ ના ગોડાઉન માં ભીષણ આગ લાગતા એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો….

ProudOfGujarat

હાંસોટ મામલતદર કચેરીનાં સભાખંડ ખાતે નવનિયુકત નાયબ કલેકટરનાં અધ્યક્ષ સ્થાને એ.ટી.વી.ટી. ની મિટિંગ યોજવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટી એ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!