અંકલેશ્વર સી.પી.સી. મ્યુ. ડિસ્પેન્સરી સામે ગેરકાયદેસર કાર અને બાઇક પાર્કિંગ કરવા બાબતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેર પોલીસ પી.આઇ.અને ડી વાય એસ પી ને લેખિત રજુઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી.
સી.પી.સી. મ્યુ. ડિસ્પેન્સરીના કર્મચારી સાથે વાત કરતાં જાણ થયેલ કે મ્યુન્સિપાલ ડિસ્પેન્સરીની સામે કાર ચાલકો અને બાઇક ચાલકો બેફામ રીતે પાર્કિંગ કરી રહ્યા છે જેને પગલે વિસ્તારમાં રોજનો ટ્રાફિક જામ થઈ રહ્યો છે ત્યારે તેઓ દ્વારા શહેર પોલીસ પી.આઇ.અને ડી વાય એસ પી ને લેખિત રજુઆત કરવામાં આવી બાદ પણ કોઈ નિરાકરણ કરવામાં આવ્યુ નથી. કાર-બાઇક ટો કરી અને તેને પોતાને ક્બ્જે કરવાની કામગીરી પાછળ દંડ વસૂલ કરવાની કામગીતિ હાલ શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે રજૂઆત કરવા છતાં શા કારણે સ્થળ નિરિક્ષણ કરવામાં આવી રહ્યું નથી ..?
સી.પી.સી. મ્યુ. ડિસ્પેન્સરી દ્વારા નો પાર્કિંગ કરવાના બોર્ડ પણ લાગવામાં આવ્યા છે તેમ છતાં લોકો દ્વારા તે જગ્યા પર પાર્કિંગ કરવામાં આવે છે જેમાં ઈમરજન્સી વ્હીકલને બહાર નિકળવામાં ઘણી મુશ્કેલી પડે છે. ભણેલા લોકો હોવા છતાં લોકોને નો પાર્કિંગ શબ્દની સમજણ નથી ત્યારે પોલીસ દ્વારા વહેલી તકે કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર