અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં દારૂના વેચાણનું ગેરકાયદેસરનું કામ ઘણું વધવા પામ્યું છે. ગુજરાત જેવા રાજયમાં દારૂબંધી હોય તેમ છતાં રાજયમાં દારૂ ક્યાથી આવી રહ્યો છે જે તપાસનો વિષય બને છે. અલગ-અલગ રાજ્યોમાંથી દારૂ મંગાવી અને ગુજરાતનાં નામચીન બુટલેગરો મોટાપાયે દારૂનું વેચાણ કરી રહ્યા છે અને પોતાના આર્થિક ફાયદા માટે નાના નાના બુટલેગરો તેઓ પાસેથી દારૂ ખરીદે છે. ભરૂચનો નામચીન બુટલેગર છેલ્લા છ માસથી ફરાર થવા પામ્યો હતો અને જે અંકલેશ્વર ખાતેથી દારૂ વેચાણ કરતો ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ એલ.સી.બી ની ટીમના માણસો અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમિયાન બાતમી મળેલ કે, ભરૂચ શહેર ‘એ’ ડીવી. પો.સ્ટે. માં ગત તા- ૨૫/૦૩/૨૦૨૧ ના રોજ ભરૂચ શહેર ખાતેથી બુટલેગર પ્રતિક કાયસ્થ રહે. ફાટાતળાવ ભરૂચ નાઓને ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડવામા આવ્યો હતો તેની સાથી વોન્ટેડ જાહેર થયેલ આરોપી કલ્પેશજી જયંતીજી પટોસણા રહે- નવા બોરભાઠા તા-અંક્લેશ્વર જી-ભરૂચનાઓ છેલ્લા છ માસથી આરોપી અંક્લેશ્વર શહેર ખાતે ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરી રહેલ છે જે મળેલ હકીકતને આધારે એલ.સી.બી ટીમે વોચમા રહી વોન્ટેડ આરોપીને ગેરકાયદેસરના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અંકલેશ્વર : છ માસથી ફરાર થયેલ વોન્ટેડ આરોપી દારૂના જથ્થા સાથે ઝડપાયો.
Advertisement