અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી દુર્ગંધવાળા પ્રદુષિત પાણીનું આમલાખાડીમાં નિકાલ આજે પણ એ જ રીતે થઈ રહ્યું છે. ગઈકાલે ગાંધીનગરથી જીપીસીબી ના મેમ્બર સેક્રેટરી એ.વી. શાહ સાહેબ અંકલેશ્વરની મુલાકાતે આવ્યા હતા એમને અહીંયાની પરિસ્થિતિની માહિતી મેળવી જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા જોકે એનું અમલ કેટલું થયું એનો જવાબ હાલની પરિસ્થિતિ પોતે આપી રહી છે !!!
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “NCT દ્વારા NCT માં ફ્લો વધારે થઈ જવાથી સ્ટોરેજ પોન્ડમાં પણ જગ્યા ના હોવાથી પ્રદુષિત એકમને પ્રદુષિત પાણી નહિ મોકલવાની સૂચનાઓ આપવામાં આવી હતી. ઔદ્યોગિક એકમોએ હાલ પ્રદૂષિત પાણી પોતાના એકમોના સ્ટોરેજ કરવાની સુચનો આપવામાં આવી હતી. પરંતુ કેટલાક બેજવાબદાર એકમો આવી સૂચનાઓનું અમલ કરતા નથી અને તેમના દ્વારા ગેરકાયદેસર નિકાલ કરી આપવામાં આવે છે. આવા એકમોને શોધવામાં અને દંડીત કરવામાં તંત્રના અધિકારીઓ નિષ્ફળ ગયા છે.”
આજની પરિસ્થિતિ બાબતે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા એક ફરજના ભાગરૂપે જવાબદારોને સોશિયલ મીડિયા માધ્યમથી જાણકારી આપી છે. જવાબદારોની ફરજ મોનીટરીંગ કરવાની અને પ્રદૂષણ રોકવાની છે. જીપીસીબી, NCT અને નોટિફાઇડ અધિકારીઓ પર્યાવરણને થતા નુકશાનને રોકવામાં નિષ્ફળ ગયા છે. ફરિયાદ થાય પછી રિપોર્ટ બનાવવાની એક વિધિ પુરી કરવામાં આવે છે એ યોગ્ય નથી. આ અપૂરતી કાર્યવાહી છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર