ગતરોજ ગુલાબ વાવઝોડાને પગલે ભરૂચ અને અંકલેશ્વર પંથકમાં દહેશત મચી જવા પામી હતી, ઠેર ઠેર પાણી ભરાયા હતા જેથી લોકોને આર્થિક રીતે નુકશાન પહોચ્યું છે. ત્યારે ગતરોજ પણ અંકલેશ્વર નગરપાલિકાનાં પ્રમુખ વિનય વસાવા દ્વારા લોકોને મદદ કરવામાં આવી હતી. ગતરોજ સંજય નગર વિસ્તારમાં થયેલ પૂર જેવી સમસ્યા માટે વિનય વસાવા દ્વારા ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું.
આજરોજ ગુલાબ અને શાહીન વાવઝોડું ફંટાઇ જતાં અંકલેશ્વર ભરૂચ પરથી પૂરથી ગંભીર સ્થિતિનું સંકટ ટળી ગયું છે ત્યારે કેટલાક તાત્કાલિક એક્શન પ્લાન સાથે નગરપાલિકા પ્રમુખ દ્વારા કેટલીક કામગીરી હાથ ધરવામાં આવી છે. કર્મચારી મહિડા સાહેબની પ્રશંસનીય કામગીરી ગણતરીના કલાકોમાં અંકલેશ્વરના સંજય નગર વિસ્તારમાં વરસાદી પાણી જે ભરાયા હતા તે ગણતરીના કલાકોમાં પાણીનો નિકાલ લાવી સાફ-સફાઈ કરવામાં આવી હતી.
જે બાદ આજે વાતાવરણમાં તાપ દેખાતા વિસ્તારોને સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રેલ વિસ્તારમાં પાણી ઉતર્યા બાદ આજરોજ પાવડર છંટકાવ કામગીરી શરૂ કરાવી દેવામાં આવી હતી. રઘુવીર નગર સોસાયટી, શ્રીનાથ પાર્ક સોસાયટી અને ટેલિફોન એક્ષેન્જ સામેનો વિસ્તાર તેમજ હરિકૃપા સોસાયટીમાં પણ પાવડર છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી બીમારીઓથી અંકલેશ્વર પંથક સુરક્ષિત રહી શકે.
મુકેશ વસાવા : અંકલેશ્વર