અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ખાતે આવેલ ઓ.એન.જી.સી. એમ્પ્લોયઝ મઝદુર સભા(ઇ.એમ.એસ.) યુનિયન દ્વારા ઓ.એન.જી.સી. અંકલેશ્વર વર્કશોપ ઉપર ગેટમીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજન કરવાનું મુખ્ય કારણ ઓ.એન.જી.સી. ફાયર સર્વિસીસ કોન્ટ્રેકમાં આપવા જાઈ રહી છે તેનો વિરોધમાં દિલ્લીમાં ઓ.એન.જી.સી. ઓફીસ ખાતે EMS યુનિયનની આગેવાની હેઠળ બધાં યુનિયાનો ભેગા થઈ અને વિરોધ કરવામાં આવ્યો હતો.
જેની જન જાગૃતતા કામદારોમાં આવે તથા જો ફરીવાર ઓ.એન.જી.સી. મેનેજમેન્ટ કોન્ટ્રેક્ટ આપવાનું દુશાસન કરશે તો લડત આપવાની હાંકલ કરી તથા EMS યુનિયન મહેસાણા, વડોદરા, ખંભાત અને જોધપુર ખાતે રેકોગનયજ યુનિયનનો દરજ્જો છે પણ અંકલેશ્વરમાં ઇ.એમ.એસ. યુનિયનની બ્રાન્ચ છે તેના મેમ્બરોમાં જાગૃતતા આવે તથા અહીંના યુનિયનની કામકાજ કરવાની રીતથી નારાજ કામદારોને ઇ.એમ.એસ. યુનિયન બીજી જગ્યાએ કામદારોના સંતોષ કરી કામ કરે છે તેની સમજ આપી પણ અંકલેશ્વરમાં સત્તાધારી યુનિયન દ્વારા કામદાર હીતમાં કામ થતા નથી એવી કામદારોના રોષને ધ્યાનમાં રાખી ઇ.એમ.એસ. યુનિયન સાથે જોડાઈ એક થઈ સંઘર્ષ કરવાના આવા જ ઉદ્દેશથી આ ગેટમીટીંગનું આયોજન EMS યુનિયન દ્વારા કરવામા આવ્યું હતું.
મુકેશ વસાવા : અંકલેશ્વર