અંકલેશ્વર તાલુકાના નવા છાપરા ગામ ખાતે સાથી ફાઉન્ડેશન દ્વારા પોષણ માસ અંતર્ગત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના નવા છાપરા ગામ ખાતે આવેલી બાલ આંગણવાડી કેન્દ્રમાં આજરોજ સાથી ફાઉન્ડેશન ભરૂચ દ્વારા માસ પોષણ અંતર્ગત બાળકોને સ્વસ્થ જીવન તેમજ મળી રહે એ માટે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફાલ્ગુનીબેન પટેલ તેમજ આંગણવાડી કેન્દ્રની કાર્યકરો તેમજ નાના ભૂલકાઓ હાજર રહ્યા હતા.
ગતરોજ બનેલ વાવઝોડાની સમસ્યાને કારણે અંકલેશ્વર પંથકની અવદશા દયનીય બનવા પામી છે ત્યારે ગરીબ લોકોને મદદ કરવી આવશ્યક બની છે ત્યારે એન.જી.ઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર પંથકમાં આવેલ નવા છાપરા ગામ ખાતે સાથી ફાઉન્ડેશન દ્વારા નાના બાળકોને પોષણ માસ અંતર્ગત જરૂરીયાતમંદને આનાજ, ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું.
સરકાર મનુષ્યના જન્મથી લઈને મરણ સુધીનું દરેક વસ્તુ વિષે વિચારી રહી છે ઘણી બધી યોજનાઓ લાવી રહી છે જેને લઈને જરૂરીયાતમંદને સહાયતા મળી રહે અને કોઈ વ્યક્તિ ભૂખું ન સૂઈ જાય.
મુકેશ વસાવા : અંકલેશ્વર