અંકલેશ્વર દીવા માર્ગ ઉપર આવેલ મંગલમૂર્તિ સોસાયટી ખાતે ઉત્સવ મહેશચંદ્ર કોન્ટ્રાક્ટર ફેમીલી વેલફેર ટ્રસ્ટ ફાઉન્ડેશન દ્વારા આજરોજ મહિલાને આર્થિક સધ્ધરતા મળે એના ભાગરૂપે ઘરેલુ રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સમાજની બહેનો હાજર રહી હતી જેમને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફેમિલી વેલ્ફેર ફાઉન્ડેશન ટ્રસ્ટના મહેશચંદ્ર પાનવાડીવાલા, કુંદનબેન, કમલેશભાઈ મોદી, વિનોદભાઈ મોદી, વિનીત મોદી સહીત ટ્રસ્ટી ગણ તેમજ સમાજ વિધવા બહેનો હાજર રહી હતી.
મહેશચંદ્ર કોન્ટ્રાક્ટર ફેમીલી વેલફેર ટ્રસ્ટ ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વરની જરૂરિયાતમંદ બહેનો જેમાં ખાસ કરીને મોદી સમાજ સાથે સંકળાયેલ વિધવા બહેનોને પાનડીવાળાના શ્રાદ્ધ નિમિતે ઘરેલૂ રાશન વિતરણ કરવામાં આવ્યું હતું અને ટ્રસ્ટ દ્વારા ટૂંક સમયની અંદર હાંસોટ, કોસંબા અને અન્ય વિસ્તારમાં મોદી સમાજ સાથે સંકળાયેલ ગરીબોને મેડિકલ, શિક્ષણ ક્ષેત્રે સહાયરૂપ થવાના શ્રેષ્ઠ આશયથી આજરોજથી શુભ શરૂઆત કરવામાં આવી હતી.
મુકેશ વસવા : અંકલેશ્વર
અંકલેશ્વર : મંગલમૂર્તિ સોસાયટી ખાતે મહિલાઓની આર્થિક સદ્ધરતા માટે ઘરેલુ રાશન કીટનું વિતરણ કરાયું.
Advertisement