આજરોજ અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ પસે કૃષ્ણ નગર-૨ માં રહેતા કુજ કુમાર જનકભાઈ વસાવા અને એમના બેન દક્ષીતાબેન જનકભાઈ વસાવા પોતાનાં ઘરમાં હતા ત્યારે તેમના ઘરની દીવાલ અચાનક ધરાશાય થતાં ઈજા થવા પામી હતી અને તેઓને તાત્કાલીક ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
રાજ્યભરમાં ગુલાબ વાવઝોડાએ આતંક મચાવ્યો છે ત્યારે તેની અસર ભરૂચ અંકલેશ્વર પંથકમાં ઘણી જોવા મળી રહી છે ત્યારે ભારે વરસાદને પગલે લોકોના કાચા અને પાકા ઘરોને નુકશાન થવા પામ્યું છે. તેવો જ એક બનાવ અંકલેશ્વરના અંદાડા ગામમાં આવેલ કૃષ્ણ નગર -2 માં રહેતા રહેવાસીની એકાએક ઘરની દીવાલ ધરાશાયી થવા પામી છે ત્યારે બંને ભાઈ-બહેન ઘરની અંદર જ હોવાને કારણે તેઓને નાની મોટી ઇજાઓ પહોચી હતી. ઇજાને પગલે સોસાયટીમા હડકંપ મચી જવા પામ્યો હતો. ઇજાને પગલે બંનેને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગતરોજથી શરૂ થયેલ વરસાદને પગલે લોકોને આર્થિક નુકશાન ઘણું પહોચ્યું છે. લોકોના ઘરોમાં એક એક માળ સુધી પાણી ભરાયા છે ત્યારે લોકોની ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, અનાજ અને ફર્નિચર લોકોની ગાડીઓમાં પાણી ઘૂસી જતાં ઘણું નુકશાન થવા પામ્યું છે.
મુકેશ વસવા : અંકલેશ્વર
અંકલેશ્વર : અંદાડા ગામે ઘરની દીવાલ ધરાશાયી થતાં ભાઈ- બહેનને ઇજાઓ પહોંચી.
Advertisement