અંકલેશ્વર મામલતદાર કચેરીની બહાર પાણી ભરાઈ જતા લોકને આવવાની મુશ્કેલી પડી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘમહેર જામી છે, ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જીલ્લામાં બે દિવસથી મેધ મહેરામણ જામ્યું છે. ગઇકાલથી આજ સવાર સુધી વધુ વરસાદ ખાબકયો હતો. ગત બપોરથી વાતાવરણમાં ગુલાબ વાવઝોડાને પગલે એકાએક પલટો જોવા મળ્યો હતો. હવામાન ખાતાથી મળેલ માહિત અનુસાર ભરૂચ પંથક સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી છે.
જેમાં અંકલેશ્વર પંથકની મામલતદાર કચેરીનો વિસ્તાર પાણીમાં ઘરકાવ થવા પામ્યો હતો. અંકલેશ્વર પંથકના વિસ્તારોમાં ઘરો ડૂબ્યા હતા ત્યારે મામલતદાર કચેરીની બહારના ભાગમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું જેને લીધે અવરજવર કરનાર લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. રસ્તાઓ પણ બિસ્માર હોવાને કારણે વાહનો ધીમે હંકારવા પડી રહ્યા હતા અને ટ્રાફિકજામ સર્જાયો હતો. એક તરફ વધી રહેલા વરસાદને પગલે લોકોમાં ઠંડક અને ખુશીનો માહોલ છે ત્યારે બીજી તરફ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે તંત્ર દ્વાર યોગ્ય સમયે ચોક્ક્સપણે કામગીરી હાથ ન ધરાતી હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વર : મામલતદાર કચેરી બહાર ભરાયા પાણી : વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા.
Advertisement