ગતરોજ ગુલાબ વાવઝોડાને પગલે ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે વરસાદે તોફાની બેટિંગ કરી હતી. જેમાં નર્મદા નદીના નજીકના નીચાણવાળા વિસ્તારો સહિતના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેમાં અંકલેશ્વર પાલિકા પ્રમુખ દ્વારા સરહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાએ પાણી ભરાયેલા વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી એને સંજય નગર વિસ્તારની પરિસ્થિતિ વધારે ખરાબ હોવાથી ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
ગતરોજ વરસેલા વરસાદને પગલે અંકલેશ્વર પંથકમાં પૂરની ભીતિ સર્જાઈ હતી અમુક વિસ્તારોમાં લોકોના ઘરો એકાએક એક એક માળ સુધી પાણી ભરાઈ ગયા હતા જેને પગલે નગરપાલિકા પ્રમુખે ઠેર ઠેર સ્થળો પર જઈને મુલાકાત લીધી હતી. સૌથી વધુ જ્યાં પાણી ભરાયા છે તેવા સંજય નગર વિસ્તારમાં પણ લોકોના પૂરેપૂરા ઘરો ડૂબી જવાને કારણે લોકો ઘર વિહોણા થવા પામ્યા છે તે સાથે ઘરમાં રહેલું અનાજ, વસ્તુઓને નુકશાન થવા પામ્યું છે તે માટે રાહત આપવા માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી લોકો નિરાંતે એક ટાણે જામી શકે.
મુકેશ વસાવા : અંકલેશ્વર