રૂપાણી સરકાર દ્વારા હાલ જ જૂની કારો અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ સરકાર દ્વારા ચલાવામાં આવતી જૂની બસોનું શું..? ગંદી હાલતમાં અને સીટો પણ ફાટી ચૂકેલી અવસ્થામાં તેમજ બસ ચાલતા બારીઓ ખખડતી હોવાના આવાજ આવતા જાણે ભંગારની બસો હોય તેમ જણાઈ રહ્યું છે. અંકલેશ્વર પ્રતિન ચોકડીથી ભરૂચને જોડતા મુખ્ય માર્ગ ઉપર સરકારી બસ બંધ હાલતમાં રસ્તામાં જોવા મળી હતી. શું બસને પહેલા ચેક કરીને ચાલુ કરવામાં નથી આવતી ?
અંકલેશ્વર પ્રતિન ચોકડીથી ભરૂચને જોડતા મુખ્ય માર્ગ ઉપર સરકારી બસ બંધ હાલતમાં હોવાને કારણે પેસેન્જરોના સમયનો વેડફાડ પણ થયો હતો તે સાથે બસના ચાલુ થતા છેવટે રાહદારીઓ પાસે ધક્કા મરાવી બસને ચાલુ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા ત્યારબાદ પણ બસ ચાલુ થઈ ન હતી જેને પગલે પેસેન્જરો અટવાયા હતા અને રસ્તા વચ્ચે બંધ કરેલ સરકારી બસના કારણે કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. રાહદારીઓ પાસે ટિકિટના પૈસા લેવામાં આવે છે ત્યારે બસોનું વ્યવસ્થાપન વ્યવસ્થિત ન હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર