અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ત્રણ રસ્તા પર આવેલ શાક માર્કેટની બહાર વરસાદના કારણે કાદવ કિચડ અને કચરો હતો તેને નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાએ જાતે ઉભા રહીને સાફ કરાવ્યું હતું અને સાથે ટોપલાવાળાને જણાવ્યું હતું કે રોડ પર ના બેસવું એના કારણે ટ્રાફિકની સમસ્યા જેવી અડચણો ઉભી થાય છે તેમ જણાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના સ્થાનિકો દ્વારા અવારનવાર પંથકમાં ગંદકીને લઈને રજૂઆતો કરવામાં આવે છે ત્યારે આજરોજ નગરપાલિકા પ્રમુખ રૂબરૂ ત્રણ રસ્તા પર આવેલ શાક માર્કેટની બહાર આવેલી ગંદકીને જે.સી.બી દ્વારા સાફ કરવાની કામગીરી હાથધરી હતી અને શાક માર્કેટની બહારની બાજુએ ટોપલાઓ લઈને શાક વેચવા બેસતા લોકોને જણાવ્યુ હતું કે તેઓના બેસવાથી લોકોને અવરજવર કરવામાં તકલીફ ઊભી થાય છે અને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. તે સહિત વહીવટી વિભાગ સાથે મિટિંગ કરી અને આગળની કાર્યવાહી અંગે વાત કરવામાં આવી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વર : નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાએ શાક માર્કેટની બહારની ગંદકી જાતે ઊભા રહી સાફ કરાવી.
Advertisement