અંકલેશ્વર પંથક પ્રદુષિત પાણીને લઈને ઘણું ચર્ચામાં રહ્યું છે. ઇન્ડસ્ટ્રીઝમાંથી કેટલાય લીટર કેમિકલયુકત પાણી છોડી અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે ત્યારે વધુ એક પાણીની સમસ્યાનો કિસ્સો સામે આવી ચૂક્યો છે.
વરસાદી માહોલ વચ્ચે ભરૂચ-અંકલેશ્વરમાં ગટરના પાણી ઉભરાવા તે આમ વાત થવા પામી છે એક વરસાદ પડતાં જ ગટરો ઉભરાઇ અને રસ્તાઓ પણ દૂષિત ગંદકીવાળું પાણી આવી જાય છે. અંકલેશ્વર પંથકમાં આવેલ પટેલ નગર પાસે હરિમંગલ સોસયાટીમાં અવારનવાર ગટરનું પાણી સોસાયટી સહિત ઘરોમાં ઘૂસી જાય છે. જેને લઈને લોકોને સ્વાસ્થ્યને નુકશાન પહોચી રહ્યું છે. ચામડીને લગતા રોગો થઈ રહ્યા છે ત્યારે લોકો દ્વારા અને સ્થાનિક મહિલાઓ દ્વારા અંકલેશ્વર નગરપાલિકામાં કેટલીય વખત રજૂઆતો કરી છે પરંતુ પાલિકા દ્વારા માત્ર બહાના કરવા સિવાય કોઈ કામ હાથ ધરવામાં આવી રહયું નથી.
સોસાયટીના સ્થાનિક દ્વારા જાણવા મળ્યું હતું કે, નગરપાલિકા દ્વારા લોકોના સ્વાસ્થય સાથે ચેડાં કરવી પણ આમ વાત છે. લોકો બીમાર પડી રહ્યા છે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગોથી લોકો હેરાન થાય છે. ઈલેકશન દરમિયાન સરકાર દ્વારા પગ પકડીને વોટ ઉઘરાવામાં આવે છે તો તેવા પ્રકારની કામગીરી પણ કરવી જોઈએ. તેથી સ્થાનિકો દ્વારા ચીમકી સાથે વહેલીતકે સમસ્યા દૂર કરવા માંગ કરી છે.
મુકેશ વસાવા : અંકલેશ્વર