Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-હાંસોટનાં સેંકડો ભાજપા કાર્યકર્તાઓ વિધિવત કોંગ્રેસમાં જોડાયા.

Share

અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા કોંગ્રેસ કાર્યકરોનું વિશાળ સંમેલન રમણ મૂળજીની વાડી અંકલેશ્વર ખાતે યોજવામાં આવ્યું હતુ. જેમાં ભારત સરકારના પૂર્વ રેલવે રાજ્યમંત્રી રાજ્ય સભાના સાંસદ નારણભાઈ રાઠવા અને પૂર્વ ભારત સરકારના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ડો. તુષારભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાંસોટના વરિષ્ઠ આગેવાન વિજયસિંહ ઠાકોરભાઈ પટેલ થોડા દિવસો અગાઉ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. તેઓને સ્થાનિક કોંગ્રેસના આગેવાન કાર્યકરો દ્વારા ગતરોજ સત્કારવામાં આવ્યા હતા. તેઓની સાથે અંકલેશ્વર-હાંસોટના સેંકડો કાર્યકરો ભારતીય જનતા પાર્ટી છોડી ગતરોજ વિધિવત કોંગ્રેસમાં જોડાયા હતા. તમામ નવા જોડાયેલા આગેવાનોને કોંગ્રેસના નેતાઓએ ખેસ પહેરાવીને આવકાર આપ્યો હતો.

ભારતીય જનતા પાર્ટીમાથી માજી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ગોપાલભાઈ વસાવા, માજી જિલ્લા પંચાયતના સભ્ય જયંતીભાઈ સી વસાવા, અંકલેશ્વર નગરપાલિકાના સભ્ય બખ્તયાર પટેલ શહીત ચંદુભાઈ પટેલ વમલેશ્વર, ઠાકોર ભાઈ આહીર વમલેશ્વર, શંભુભાઈ પટેલ કડોદરા, ભગુભાઈ વસાવા આસ્થા, બળવંત સિંહ પરમાર આસ્થા, મનુભાઈ પરમાર માજી સરપંચ આસ્થા, રાજેશભાઈ પટેલ માલણપુર, છનાભાઇ આહીર ધંતુરીયા, મંગુભાઈ આહીર, રમેશભાઈ પટેલ પુનગામ, ગણપતભાઇ ભગુભાઇ પટેલ માજી સરપંચ સિસોદ્રા, બાલુભાઈ પટેલ ખરચ,નગીનભાઈ પટેલ ઓભા, નટવરભાઈ પટેલ કાંટા સાયણ, સૂર્યકાંત પટેલ સાહોલ, જમિયભાઈ પટેલ સુણેવકલ્લા, કેશવભાઈ પટેલ સુનેવકલા, નિલેષભાઈ પટેલ બાલોતરા, રવિન્દ્રભાઈ પટેલ કતપોર, નટવરભાઈ પટેલ સાથે ૫૦૦ થી પણ વધુ કાર્યકરો ભારતીય જનતા પાર્ટી છોડી કોંગ્રેસમાં જોડાયા હતા.

પ્રાસંગિક પ્રવચનમાં નવા જોડાયેલા સહકારી અને રાજકીય આગેવાન વિજયસિંહ પટેલે કોંગ્રેસે આવકાર આપવા બદલ આભાર વ્યક્ત કરી કોંગ્રેસની વિચારધારાને ઘરે-ઘરે પહોંચાડીને કોંગ્રેસને મજબુત કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો. તેમજ જનસેવાને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. ભારત સરકારના માજી મંત્રી તુષારભાઈ ચૌધરીએ ભારતીય જનતા પાર્ટીના નિષ્ફળ શાસનને ઉજાગર કરી તમામ ક્ષેત્રે સરકાર નિષ્ફળ નીવડી છે એમ જણાવી કોંગ્રેસ સંગઠન મજબૂત બનાવવા માટે કાર્યકરોને હાકલ કરી હતી. માજી રેલવે રાજ્યમંત્રી અને સંસદ સભ્ય નારણભાઇ રાઠવાએ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ વલ્લભભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેઓએ કેન્દ્રની અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રાહિમામ તમામ વર્ગના લોકોને આગામી દિવસોમાં કોંગ્રેસની પડખે ઊભા રહે એવા પ્રયત્ન કરવા કાર્યકરોને હાકલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણા, સંદીપ માંગરોલા, મગનભાઈ પટેલ, ઈકબાલ ગોરી, સુલેમાન પટેલ, ગફારભાઈ શેખ, માનસિંગ ડોડીયાએ પ્રાસંગિક પ્રવચન કરી તમામ આગેવાનોનુ કોંગ્રેસમા સન્માન થશે એમ જણાવ્યું હતું. આ પ્રસંગે અરવિંદભાઈ દોરાવાલા, જગતસિંહ વાસડીયા, ચેતનભાઈ પટેલ મોહનભાઈ બી પટેલ, શરીફ કાનૂગા, રફીક ઝગડીયાવાળા, જહાંગીર પઠાણ, પ્રદ્યુમ્ન વાસડીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉપાધ્યાય સહિત મહિલા કોંગ્રેસ, યુવક કોંગ્રેસ, એનએસયુઆઇ, સેવાદળના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારબાદ અંકલેશ્વર શહેરની નિરાંત નગર સોસાયટીમાં કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને કોંગ્રેસના આગેવાનો સાથે નારણભાઇ અને તુષારભાઈએ રૂબરૂ જઈ સાંત્વના પાઠવી હતી. કોવિડ ન્યાયયાત્રા દ્વારા મૃતકોના પરિવારજનોને સરકાર તરફથી ચાર લાખ રૂપિયાનું વળતર મળે એ માટે ફોર્મ ભરાવી તેઓના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

Advertisement

Share

Related posts

પારખેત ગામે ખુલ્લા પ્લોટ માંથી મજૂરી કામ કરતા ઈસમ ની લાશ મળતા ચકચાર

ProudOfGujarat

રાજકોટમાં મંત્રી અરવિંદ રૈયાણીનો માતાજીના માંડવામાં ધુણવાનો વિડિઓ થયો વાયરલ.

ProudOfGujarat

સુરતના પાંડેસરા મારૂતિ ઇન્ડસ્ટ્રીઝ નજીક પાર્ક કરેલી ગાડીની સીટ પર મૂકેલા રોકડા રૂપિયા દસ્તાવેજ ભરેલી બેગ ગઠિયાઓ ઉઠાવી ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ થઈ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!