– પર્યાવરણને થતા નુકશાન બાબતે જીપીસીબી દ્વારા કરાતી કાર્યવાહી સામે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિભાગોમાં ફરિયાદ કરાઇ.
ગત રાત્રી 11 કલાકે તીવ્ર વાસની ફરિયાદ અંકલેશ્વર શહેરના ગ્રીન પાર્ક રહેવાસીઓ તરફથી મળી હતી જેની જીપીસીબી ના ઇન્ચાર્જ પ્રાદેશિક અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી. જીપીસીબી એ મોનીટરીંગ ટિમને મોકલી તપાસની કાર્યવાહી કરી હતી.
જીપીસીબી નજરે દેખાતા પાણીના પ્રદુષણને કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે અને પર્યાવરણવાદીઓની ફરિયાદ અને પુરાવા આપ્યા બાદ જીપીસીબી ની પોતાની તપાસમાં પણ ગુન્હેગાર સાબિત થયેલ NCT, નોટિફાઇડ અને અન્ય ખાનગી એકમો સામે જે કાર્યવાહી થઈ એ પૂરતી નથી. જેમણે કરોડોનો ખર્ચ બચાવવા ઈરાદાપૂર્વક ગુનાહિત કૃત્યો કર્યા એમને 10 લાખ કે 15 લાખનો દંડ કરવામાં આવ્યો છે એ ખરેખર પર્યાવરણને થયેલ નુકશાન સામે નજીવી રકમ છે. આ દંડ નહીં એક રાહત આપવામાં આવી છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “અમારા દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પર્યાવરણના વિભાગોને પત્ર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે NGT ના હુકમમાં પર્યાવરણના નુકશાનનો અંદાજો મેળવવા આપેલ ફોર્મ્યુલા મુજબ દંડની રકમ નકકી ના કરી આડેધર અધિકારીઓની મરજી મુજબ અને દોષીતોને રાહત મળે એ રીતે દંડ આપવામાં આવી રહેલ છે. જો આવી રીતે દંડ કરવામાં આવશે તો દોષીતો દંડની રકમ એડવાન્સમાં 10 વર્ષના પૈસા જમા કરાવી પ્રદુષિત પાણી દરિયામાં, ખાડીઓ અને નદીઓ ખુલ્લેઆમ છોડશે. કારણ કે આ દંડ નથી આ રાહત છે. ટ્રીટમેન્ટ કરવાના ખર્ચ સામે દંડની રકન નજીવી છે. પર્યાવરણને કરોડોનું નુકશાન થાય છે અને ના ભરપાઈ થઈ શકે એવું નુકશાન થાય છે.”