Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ ખાતે ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો ત્રાહિમામ : સમસ્યા સામે તંત્ર દ્વારા યોગ્ય પ્લાન તૈયાર કરવો જરૂરી.

Share

અંકલેશ્વર પંથકના ત્રણ રસ્તા સર્કલ ખાતે દરરોજ સાંજના અને વહેલી સવારના સમયગાળા દરમિયાન ટ્રાફિકજામની મુશ્કેલીઓ ઊભી થાય છે. જોકે આ ટ્રાફિકજામ વચ્ચે વાહન ચાલકોને અટવાવાનો વારો આવતો હોય છે. માર્કેટની બહાર લગાવવામાં આવેલ ફેન્સીંગની બહાર ચોમાસાની ઋતુ દરમિયાન કાદવ-કીચડનું સામ્રાજ્ય સર્જાતા હોવાને પગલે પાથરણાવાળાઓએ નાછૂટકે ડામરના રોડ ઉપર શાકભાજી વેચવા માટે મજબૂર બનતા હોય છે. જો વાત કરવામાં આવે અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ શાકમાર્કેટની તો આ ૧૦૦ મીટરના માર્ગ ઉપર સાંજના સમયે ભારે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાતા હોય છે.

શાક માર્કેટના અંદર વેચાણ કરતાં વિક્રેતાઓની સાથે સાથે શાકમાર્કેટની બહાર પણ પાથરણાવાળા પણ શાકભાજી અને ફળફળાદીનું વેચાણ કરતા હોય છે જેને લઇ પાર્કિંગની સુવિધાના અભાવથી રોડ સાંકડો બનતો હોય છે અને ભારે વાહનોના પસાર થવાની સાથે જ ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાતી હોય છે. અંકલેશ્વરના રેલ્વે સ્ટેશનથી લઈને ત્રણ રસ્તા સર્કલ સુધી મુખ્ય મથકો જેમકે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એપીએમસી માર્કેટ, શાક માર્કેટ, ITI અને અનેકો હોસ્પિટલો આવેલ છે. અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલથી લઈને રેલવે સ્ટેશન સુધી ૨ લેનનો પોહળો માર્ગ બનાવવામાં પણ આવ્યો છે. પરંતુ ગેરકાયદેસર દબાણ અને પાર્કિંગ સુવિધાના અભાવે આ માર્ગ હવે સાંકડો બની રહ્યો છે. જેથી તંત્ર દ્વારા યોગ્ય બેઠક યોજી અને દબાણ હટાવવા તેમજ રાહદારીઓને ટ્રાફિકની સમસ્યાઓમાથી મુક્ત થવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવો આવશ્યક બન્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ શાકમાર્કેટના બહાર બ્લોક ફીટીંગ કરી દેવામાં આવે તો ત્યાં પાથરણાવાળા શાકભાજી અને ફળફળાદીનું વેચાણ કરી શકે જેને લઈને ટ્રાફિક જામની સમસ્યા અને પાર્કિંગની સમસ્યા નિવારણ આવી શકે છે. ત્યારે હવે આગામી દિવસમાં તંત્ર દ્વારા એક બેઠક યોજી આ માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવે તો ટ્રાફિક જામની સમસ્યામાંથી શહેરીજનોને છુટકારો મળી શકે છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ મૂળનિવાસી એકતા મંચ દ્વારા મહામહિમ રાજ્યપાલને સંબોધીને કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

સ્વ. કનકસિંહ કોસાડાની ગણેશ સુગર વટારીયામાં પ્રાર્થના સભા યોજાઈ.

ProudOfGujarat

નડીયાદ અમદાવાદી દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો વેચાણ કરતો ઇસમ ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!