અંકલેશ્વરના નગરપાલિકા હદ વિસ્તારમાં આશિયાના હોટલની સામે આવેલ વોર્ડ નંબર ચારમાં ગંદકીનું સામ્રાજ્ય સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે.
આશિયાના હોટલ પાસે આવેલ ફાસ્ટફૂડના માલિક સાથે વાતચીત દ્વારા જાણવા મળ્યું હતું કે તેમની દુકાનની સામે જાહેર જનતા દ્વારા બેફામ કચરો ઠાલવવામાં આવે છે જેથી તેઓને ગંદકીને કારણે ઘણું નુકશાન થઈ રહ્યું છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગંદકીની સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી નથી વિસ્તારમાં દરરોજ કચરો લેવાની ગાડી સમયસર આવતી નથી જેને કારણે સ્થાનિકો સોસાયટીની બહાર કચરો ઠાલવે છે અને નગરપાલિક દ્વારા એકઠો કરાયેલો કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી જેથી બીમારીનું ઘર ઊભું થાય છે.
જેથી સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે કચરાની ગાડી રોજબરોજ આવી અને ભેગો થયેલો કચરો ઉપાડી જાય અને ગંદી થયેલ જગ્યાને સ્વચ્છ કરી અંકલેશ્વર પંથકને ચોખ્ખી રાખે તેથી વહેલીતકે કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર