Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી : વાતાવરણમાં ઠંડક પ્રસરી.

Share

હવામાન વિભાગની આગાહી મુજબ અંકલેશ્વર અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું.

અંકલેશ્વર શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને લઈને અંકલેશ્વરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. રાજ્યના હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાય ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ વરસવાની આગાહી છે. તો બીજી તરફ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી.

વરસાદના કારણે સવારે નોકરી ધંધે જતા તેમજ સ્કુલે જતા વિદ્યાર્થીઓ અટવાયા હતા. રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પડી હતી. અહી રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. શહેરી વિસ્તારમાં માર્ગો ઉપર પાણી ફરી વળતાં એક તબક્કે લોકો ચિંતામાં મૂકાયા હતા.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ઝઘડિયા ખાતે ચરતી બકરીઓ ભગાડવાની ના પાડતા પશુપાલક પર કુહાડીથી હુમલો.

ProudOfGujarat

શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા જી.આઈ.ડી. સી.અંકલેશ્વર ખાતે શિક્ષિકા બહેનોનો સારસ્વત વિદાય સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

વડોદરા : કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ન્યાય યાત્રામાં કોરોનાથી મૃત્યુ પામેલ દરેક મૃતકનાં પરીવાર સાથે મુલાકાત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!