અંકલેશ્વર પંથકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વેચાણનો વેપલો ઘણો વધી ગયો છે. અંકલેશ્વરના અંતરિયાળ વિસ્તારોમાં બુટલેગરો મોટા નામચીન બુટલેગરો પાસેથી પોતાના આર્થિક ફાયદા માટે દારૂનો જથ્થો ખરીદી અને તેનું છૂટક વેચાણ કરે છે. ગુજરાત જેવા દારૂબંધી રાજ્યમાં દારૂ ઘૂસે છે ક્યાથી જે તપાસનો વિષય બન્યો છે. અંકલેશ્વરના સારંગપુરમાથી એક બુટલેગર સહિત બિયરની નાની મોટી બોટલો ઝડપી પાડવામાં આવી હતી.
પોલીસ સૂત્રોથી બનાવ અંગે મળતી માહિતી અનુસાર, ગત રોજ 22 મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે પટેલ ફળિયામાં રહેતા અલ્પેશભાઇ ઉર્ફે બંસી બાલુભાઈ પટેલ નાઓ તેના મકાનની બાજુમાં બનાવેલ અડારીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે લાવીને સંતાડી રાખ્યો હતો. જે એલ.સી.બી ટીમે સારંગપુર ગામે પટેલ ફળિયામાં રેડ કરી અલ્પેશભાઇ ઉર્ફે બંસી બાલુભાઇ પટેલને ગેરકાયદેસરના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલ નંગ 256 જેની કિમત 35,200/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો અને દારૂનો જથ્થો લાવનાર વોન્ટેડ આરોપી મનીષ ઉર્ફે મલો કાલીદાસ વસાવા રહે. સારંગપુર, અંકલેશ્વર વિરુધ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.