Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : અંદાડા ખાતે ભરૂચ જિલ્લા પંચાયત આઈ.સી ડી.એસ શાખ દ્વારા પોષણ કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

Share

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે ભરૂચ જિલ્લા પંચાયત આઈ.સી ડી.એસ શાખ દ્વારા પોષણ કિટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં અંદાડા ગામના આંગણવાડી તમામ કેન્દ્રોની સંચાલિકા તથા હેલ્પર બહેનો દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.

જેના દાતા અંકલેશ્વર જી.આ.ડી.સી ના સોનાબા વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ કમલેશભાઈ ગામી સાહેબનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ પ્રસંગે ગામની સગર્ભા બહેનોને તથા ધાત્રી બહેનોને કુપોષણના રહે એ હેતુસર કિટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જે કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકા પંચાયતના બ્લોક ઑફિસર દિગ્વિજયસિંહ ખેર સાહેબ તથા અંકલેશ્વર તાલુકા પંચાતના આઈ.સી.ડી એસ ઑફિસર રોશનબેન પટેલ તથા અંદાડા ગામના તમામ આંગણવાડી કાર્યકર્તા તથા હેલ્પર બહેનો તથા અંદાડા ગ્રામ પંચાયતના સભ્ય સંગીતાબેન પટેલ, નયનાબેન વસાવા તથા ગામના મહિલા આગેવાન ધર્મિષ્ઠા બેન પટેલ હાજર રહ્યા હતા, આ પ્રસંગે દાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ઝઘડીયાના ગોવાલી ગામે ત્રણ ઇસમોએ ગામના એક યુવાનને માર મારી ધમકી આપતા સામસામે ફરિયાદ.

ProudOfGujarat

સુરત મહાનગરપાલિકાનાં ફાયર વિભાગમાં નવા સાત વાહનોનો ઉમેરો થતા અગ્નિશમન ક્ષમતામાં નોંધ પાત્ર વધારો થવા પામ્યો છે.

ProudOfGujarat

અંકલેશ્વરનાં અમરતપરાની ખાડીમાં દારૂની ભઠ્ઠીમાં LCB એ રેડ કરતાં 9 ભઠ્ઠી તોડવામાં આવી પાંચ બુટલેગરો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!