અંકલેશ્વર પંથકમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો વેપલો ઘણો વધવા પામ્યો છે. અંકલેશ્વરના અંતરિયાળ વિસ્તારોમાંથી રોજબરોજનો લાખોની મત્તાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાઇ રહ્યો છે. પોલીસ તંત્રએ તાત્કાલિક ધોરણે ચાલી રહેલા દારૂના વેપલાઓ અંગે કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ. લોકો પોતાના આર્થિક ફાયદા માટે મોટા મોટા દારૂ વેચાણ કરતાંઓ એટલે કે નામચીન બુટલેગરો પાસેથી દારૂ ખરીદે છે અને પોતાના ઘરોમાં રાખે છે અને છૂટક વેચાણ કરે છે જે ગેરકાનૂની છે.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઇ અજાણ્યા આરોપીએ કાપોદ્રા ગામથી બાકરોલ રોડ ઉપર રોડની ડાબી બાજુ કાપોદ્રા ગામના ગૌચરણમા બાવળોની ઝાડીમાં પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની બ્રાન્ડની કુલ વ્હીસ્કીની બોટલ નંગ-૫૨૩ કિ.રૂ.પર,૩૦૦/- તથા બિયરના ટીન નંગ-૧૯૨ કિ.રૂ.૧૯,૨૦૦ મળી કુલ કિ.રૂ.૭૧,૫૦૦/- નો મુદ્દામાલ વેચાણ કરવા માટે લાવ્યો હતો. જે દરમિયાન બુટલેગર હાજર ન હતો, મુદ્દામાલ જપ્ત કરી અને બુટલેગર કોણ છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર