આમલાખાડીમાં રાસાયણિક પાણી છોડવાનું છેલ્લા એક સપ્તાહથી યથાવત ચાલી રહ્યું છે. જીપીસીબી અને નોટીફાઈડ વિભાગ બંને નક્કર કાર્યવાહી કરવામાં નિષ્ફળ જતાં પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યાનો આક્ષેપ સ્થાનિક પર્યાવરણ પ્રેમીએ કર્યો છે. પીરામણ ફાઇનલ પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ પાણી પમ્પીંગ કરવામાં નિષ્ફળતા જોવા મળી રહી છે. કેમિકલ યુક્ત પાણી છોડતા તત્વો પકડવામાં જીપીસીબી નિષ્ફળ રહી હોવાનો પણ શૂર વ્યક્ત કર્યો છે. વાલિયા ચોકડી પાસે આવેલા ફાઈનલ પમ્પીંગ સ્ટેશન પાસેથી અને તેની પાછળથી એફ્લુઅન્ટ ખાડીમાં જતું હતું. નોટિફાઇડના હદ-વિસ્તારમાંથી વરસાદી પાણી સાથે પીળા કલરનું પ્રદુષિત પાણી અહીં આવી રહ્યું છે.
આજે આમલખાડીના પ્રદુષણની પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. વરસાદ નથી છતાં ખાડીઓમાં પ્રદુષણની ગટર વહી રહી છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ તરફથી NCT ને 10 લાખ અને નોટિફાઇડ વિભાગ અંકલેશ્વરને 10 લાખનું દંડ કરવામાં આવ્યું છે. અંકલેશ્વરની એક ગુન્હેગાર કંપની સામે પણ કાર્યવાહી થઈ છે પરંતુ આ બધું અપૂરતું છે. કરોડોનો ટ્રીટમેન્ટ ખર્ચ બચતો હોય અને 10 લાખ ભરી રેગ્યુલર થઈ જવાતું હોય તો આ એક રાહત કહેવાય. “પૈસા ભરો અને પ્રદુષણ કરો” એ નિયમ અમલમાં આવી ગયું છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે, 400 કરોડ NCT પ્રોજેકેટનો સ્થાપના ખર્ચ અને મહિને અંદાજે 5 કરોડનો રનિંગ ખર્ચ કરવા છતાં વર્ષોથી NCT માપદંડ મુજબ કામ કરતું જ નથી. તેમજ વારંવાર ખાડીઓ પ્રદૂષિત થાય જ છે. અનેક વખત ભ્રષ્ટાચાર થયાની ચર્ચાઓ પણ થાય છે. તો આ બધું કરવા કરતાં સરકારમાં 50 લાખ કે કરોડ મહિને દંડ (કે યોગદાન, દયાદાન કે પ્રદુષણ ટેક્સ) જમા કરીને ખાડીઓમાં પ્રદૂષિત પાણી છોડી દેવાની પરવાની જ આપી દેવી જોઈએ.
અંકલેશ્વર : આમલાખાડીમાં રાસાયણિક પાણી છોડવાનો સિલસિલો યથાવત : તંત્રએ હાથ ઊંચા કર્યા હોવાની ભીતિ.
Advertisement