અંકલેશ્વર- સ્ટેશન વિસ્તાર નજીક ગટરના ગંદા પાણી ભરાતા ગણેશ ભક્તો અને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી, અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસર ને સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી..
અંકલેશ્વરના વોર્ડ નંબર નવ ના સ્ટેશન વિસ્તાર પાસે આવેલ લોધચાલ મા ગટરના પાણી ભરાતા ગણેશ ભક્તો તથા સ્થાનિકો મૂંઝવણમાં મુકાયા હતા ત્યારે અંકલેશ્વર નગર પાલિકાના વિરોધ પક્ષના સ્થાનિક સભ્યશ્રી શરીફ ભાઈ કાનુગા તથા બોર્ડના સભ્ય રાજુભાઇ વસાવા સ્થાનિક મહિલાઓને લઈ અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને ગટરના ગંદા પાણી બાબતે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે સાથે સાથે ગણેશ ઉત્સવ ને લઈને પણ અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારના યુવાનોને ગટરના પાણીના કારણે ગણેશ મંડપ બાંધવામાં પણ મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો ત્યારે સ્થાનિકો ના જણાવ્યા અનુસાર કેટલાક સમયથી ખુલ્લી ગટરો તથા ગટરોના પાણી થી રોગચાળો ફેલાવાની પણ શક્યતા ઉભી થઈ રહી છે ત્યારે મોટી બીમારી પણ સર્જાઈ શકે તેમ છે ત્યારે વહેલા તકે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઉભરાતી ગટર નિકાલ કરવામાં આવે તેવી રજૂઆત સાથે આજરોજ સ્થાનિક મહિલાઓ તથા સ્થાનિક સભ્યો અંકલેશ્વર નગરપાલિકા જય અંકલેશ્વરના ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી હતી ત્યારે અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ ના જણાવ્યા અનુસાર મુખ્ય ડ્રેનેજ લાઈન માં તકલીફ હોવાના કારણે આ મુસીબત સર્જાઈ હોય તેવું જણાવ્યું હતું.