અંકલેશ્વર પંથકમાં ટ્રાફિક જામના દ્રશ્યો ફરી એકવાર સર્જાયા હતા. નવા નિર્માણ પામેલા બ્રીજથી પ્રતીન ચોકડી સુઘી ટ્રાફિક સર્જાયો હતો. ટ્રાફિક જામની સમસ્યાથી દૂર રહેવા માટે બ્રિજોનું નિર્માણ કરવામાં આવે છે પરંતુ અહિયાં તો બ્રિજ બન્યા બાદ પણ ટ્રાફિક જામ થવાથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
અંકલેશ્વર પંથકમાં નવા નિર્માણ પામેલા બ્રીજથી પ્રતીન ચોકડી સુઘી ટ્રાફિક સર્જાવાનું મુખ્ય કારણ ગેરકાયદેસર દબાણોના હોવાનું લોક ચર્ચાઓ થઇ રહી છે. જેથી લોકો પોતાનું ગુજરાન ચલાવા માટે બેફામ રીતે આસપાસ લારી ગલ્લા અને નાનાં-નાનાં કેબીનો બનાવતાં આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામ થતાં હોવાના અહેવાલો સામે આવ્યા હતા. પરંતુ ટ્રાફિકમાં ખાનગી એમ્બ્યુલન્સ પણ ફસાય ગઈ હતી જેથી જાગૃત નાગરિકો દ્વારા ટ્રાફિક દૂર કરવાના પ્રયત્નો ચાલુ કરવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ એમ્બ્યુલન્સને બહાર કાઢવામાં આવી હતી જે અંગે તંત્રે સજાગ થવું જોઈએ અને આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે તાત્કાલિક ધોરણે નિર્ણય લઈ અને યોગ્ય કામગીરી હાથ ધરવી જોઈએ તેવી પ્રજાજનોની માંગ ઉઠી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વરમાં ફરી એકવાર મહાવીર ટર્નિગ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.
Advertisement