આજરોજ ગાર્ડનસિટી અને આસપાસના વિસ્તારની સોસાયટીના રહીશો દ્વારા જી.આઈ.ડી.સી ખાતે મીરા માધવ સોસાયટીથી ESIC હોસ્પિટલ સુધીનો મુખ્ય માર્ગ બનાવવા માટે નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર તેમજ મામલતદરને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
આ વિસ્તારના રસ્તાઓ છેલ્લા પાંચ વર્ષથી બિસ્માર હાલતમાં છે જેનું છેલ્લા પાંચ વર્ષથી કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી તેના માટે હવે માર્ગ બનાવી આપવા સ્થાનિકોની માંગ ઉઠી છે. આ રોડનું નવીકરણ થવું જોઈએ, દર વર્ષે સ્થાનિકો દ્વારા રસ્તા અંગે અવારનવાર રજૂઆત કરવામાં આવે છે. ત્યાંથી હોસ્પિટલની એમ્બ્યુલન્સ પણ પસાર થાય છે ત્યારે લોકોના સ્વાસ્થ્યને પણ ઘણું નુકશાન પહોચી રહ્યું છે.
લોકોના વાહનોને પણ નુકશાન પહોચી રહ્યું છે અને ચોમાસા જેવી ઋતુમાં અવરજવર કરનારાઓને ઘણી હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે. રજૂઆત કરવા છતાં કપચી પાથરીને રસ્તાઓને વધારે બિસ્માર હાલતમાં કરી દેવતા હોય જેથી આખરે સ્થાનિકો આક્રોશમાં આવીને રજૂઆત કરવા મામલતદાર કચેરીએ આવી પહોચ્યા હતા અને વહેલીતકે કામગીરી હાથ ધરવાની ચીમકી ઉચ્ચારી હતી.
મુકેશ વસાવા, અંકલેશ્વર