Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : અજાણ્યા ઇસમે એક યુવકને માથામાં સિમેન્ટનો બ્લોક મારતા મોત નીપજ્યું.

Share

અંકલેશ્વર પંથકમાં ખુની ખેલો ઘણા રચાઇ રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો હતો નજીવી બાબતે માર મારતા યુવકનું મોત નીપજ્યું હતું જેને પગલે પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.

બનાવ અંગે મળતી માહીતી અનુસાર, કનૈયાભાઇ ઉર્ફે કનુભાઇ બાબુભાઇ રાઠોડના જણાવ્યા પ્રમાણે વિઠ્ઠલભાઇ સુરાભાઇ રાઠોડ, ઉવ. આ ૪ર, રહે. હાલ – ઉમરવાડા, તળાવની સામે, તા. અંકલેશ્વર, જી. ભરૂચ, મુળ રહે. રાઠોડવાસ, કોલવણા, તા. આમોદ, જી. ભરૂચને કોઇ અજાણ્યા વ્યક્તિએ નોબારીયા સ્કુલની બિલ્ડીંગ પાસે કોઇ અગમ્ય કારણસર માથાના ભાગે સિમેન્ટના બ્લોક વડે માથાના ભાગે મારમારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જેમાં વિઠ્ઠલભાઈનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું જેથી પરિવારે અજાણ્યા ઈસમ વિરૂધ્ધ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને જે અંગે પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

નર્મદા નદીને ફરી શહેરના કિનારે લાવવા માછી સમાજ દ્વારા આંદોલન છેડાયું, વિવિધ સુત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મુક્યું હતું.

ProudOfGujarat

रितिक रोशन ने आईआईटी-जेईई में आनंद कुमार के “सुपर 30” छात्रों को उनकी उपलब्धि पर दी बधाई!

ProudOfGujarat

ખાણખનીજ વિભાગ દ્વારા ડ્રોનની મદદથી ૬૦ લાખની ખનનચોરી પકડી પાડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!