અત્રેની આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 17 મી સપ્ટેમ્બર 2021 ના ઉજવણી નિમિત્તે “ઓર્ગન ડોનેશન જાગૃતિ અભિયાન ” કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
પ્રાર્થના “શબ્દમાં સમાય નહિ એવો તું મહાન, કેમ કરી ગાઉં પ્રભુ તારા ગુણ ગાન..” કેમ્પસ એમ્બેસેડર પાયલ કેશવ પટેલ, નિમિષા આહીર, વૈશાલી પટેલ દ્વારા કરવામાં આવી હતી. NSS પ્રોગ્રામ ઓફીસર ડો.જયશ્રી ચૌધરીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના રેડિયો કાર્યક્રમ અંગદાનના મહાત્મ્ય કરતી ” મન કી બાત” અંગેની ક્લિપ વિદ્યાર્થીઓને સંભળાવવા આવી હતી. તે માટે રાહુલ વસાવાએ મહત્વ પૂર્ણ કામગીરી કરી હતી.
મુખ્ય વક્તા ડો.જી. કે. નંદાએ ” અંગદાનની આવશ્યકતા અને મહત્વ ” વિશે પ્રવચન આપતા કહ્યું હતું કે, ” આપણી ભારતીય પરંપરામાં પુરાણકાળથી દાનનો મહિમા થતો આવ્યો છે. દધીચિ , કર્ણ જેવા દાનેશ્વરીઓએ દાનના મહાત્મ્યને વધાર્યું છે. વિવિધ પ્રકારના દાન કરી શકાય. અંગદાન કરવાથી કોઈક નવું જીવન પામે. ” અંગદાનમ્ મહાપુણ્યમ ” આ મંત્રથી જો બધા ભારતીયો પ્રેરાય તો લાખો જિંદગી ફરીથી પુનર્જીવિત થઈ શકે છે.”
ગુજરાતી વિભાગના વડા પ્રા.પ્રવીણકુમાર બી.પટેલે માનનીય અધ્યક્ષ તરીકેનું ઉદબોધન કર્યુ હતું. દાન કોઈપણ વ્યક્તિ કરી શકે છે. દાનની ભાવના તેનામાં હોવી જોઈએ. તેમણે પરંપરાથી ચાલી આવતો દાનનો મહિમા અને વર્તમાન સમયમાં તેની ઉપયોગિતા આવશ્યકતા અને ભાવના વિશે વિશદ વાત કરી હતી.
આભાર વિધિ NSS પ્રોગ્રામ ઓફીસર પ્રા.રાજેશ પંડ્યાએ કરી હતી. ” વંદે માતરમ..” પછી કાર્યક્રમ સંપન્ન થયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે રાહુલ પટેલ, રાહુલ વસાવા, રાજેશ પટેલ, જસ્મીના પટેલ, પ્રિયાંશી પટેલ, દિવ્યા પટેલ, રિયા રાઠોડ, ઉન્નતિ પટેલ, જૈમિની દાયમા, દિપાશા પરમાર, કૃપાલી આહીર, ચૌહાણ મિતાલી, રાહુલ પટેલ, સોનલ વસાવા, હરેશ્વરી પરમાર, તાન્વી પરમાર , દિશા પટેલ, દેવાંશી વસાવા, સુનીલ પરમાર વગેરેએ સક્રિય કામગીરી કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ડો. જયશ્રી ચૌધરીએ કર્યું હતું.