અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરાને હેરાનગતિ કરનાર યુવક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સગીરાની પરવાનગી વિરુદ્ધ સગીરાને હેરાન કરવી એ એક ગેરકાનૂની કૃત્ય છે. સગીરાએ આવા કારણોને લીધે ઘરમાંથી બહાર નીકળી શક્તી નથી જેને કારણે સગીરાઓએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર ફરિયાદ કરનાર સગીરાનો અવારનવાર પીછો કરનાર તેમજ સગીરા કોલેજ પોતાની ટુ વ્હીલર જ્યુપીટર લઈને જતી હોય છે ત્યારે યુવક દ્વારા તેની સ્કૂટી સામે અર્ટિગા ગાડી ઊભી રાખી અને તેને હેરાનગતિ કરી તેને લગ્ન માટે ડરાવા ધમકાવામાં આવી રહી હતી અને સગીરને બળજબરીથી તેની અર્ટિગા ગાડીમાં બેસાડી અને લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું અને અન્યથા તેને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી રહી હતી.
જે બાદ યુવકે સગીરાની ટુ વ્હીલર જ્યુપીટર GJ 16 CG 2028 ને સળગાવી દીધી હતી અને જે બાદ સગીરાના કાકાની મેસ્ટ્રો ટુ વ્હીલર GJ 16 BJ 0244 ને પણ સળગાવી દઈ રૂ. 58,000/- નું નુકશાન કરી સગીરાને અર્ટિગા ગાડીમાં તેની સાથે શ્રીજી વિદ્યાલય પાસેથી અપહરણ કરી લગ્ન કરવા માટે દબાણ કરતાં સગીરાએ ના પાડતા તેને મારમારી હા બોલવા માટે દબાણ કરતાં સગીરાએ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો અને અંકલેશ્વર પોલીસે બળજબરી કરનાર યુવકને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર