અંકલેશ્વર શહેરના જવાહર બાગ પાસે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત મ્યુનીસીપલ ડિસ્પેન્સરી અને વાણિજ્ય લક્ષી નિર્માણ પામનાર કોમ્પ્લેક્ષનું આજરોજ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર શહેરના ભરૂચીનાકા સ્થિત જવાહર બાગ પાસે અંકલેશ્વર શહેરના જવાહર બાગ પાસે અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત મ્યુનીસીપલ ડિસ્પેન્સરી અને વાણિજ્ય લક્ષી કોમ્પ્લેક્ષ સહીતનું બિલ્ડીંગ નિર્માણ પામવા જઈ રહ્યું છે રાજ્ય સરકારની સ્વર્ણિમ ગુજરાત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને ગુજરાત રાજ્યના સ્થાપના દિનની ગ્રાન્ટના રૂપિયા ત્રણ લાખના ખર્ચે મ્યુનીસીપલ ડિસ્પેન્સરી અને વાણિજ્ય લક્ષી કોમ્પ્લેક્ષનું આજરોજ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સહકાર મંત્રીએ જણાવ્યું હતું કે નગર પાલિકા સંચાલિત મ્યુનીસીપલ ડિસ્પેન્સરી અંકલેશ્વરની જનતાને ઉત્તમ આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પડશે આ કોમ્પ્લેક્ષના નિર્માણનું કાર્ય ૧લી સપ્ટેમ્બરથી હાથ ધરાશે સદર કાર્યક્રમમાં નગર પાલિકાના પ્રમુખ દક્ષા શાહ,ઉપ પ્રમુખ નીલેશ પટેલ અને ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન શિલ્પા સુરતી અને કારોબારી ચેરમેન ચૈતન્ય ગોળવાલા મુખ્ય અધિકારી પ્રશાંત પરીખ આગેવાન જનક શાહ,સંદીપ પટેલ તેમજ નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement