Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની ભડકોદ્રા પોલીસ ચોકી નજીક આવેલ દુકાનમાં તસ્કરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો.

Share

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ નજીક આવેલ પોલીસ ચોકી પાસે એક દુકાનમાં તસ્કરો દ્વારા ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો, અજાણ્યા બે જેટલા તસ્કરોએ દુકાન પાસે આવી દુકાનના શટરને તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, જેમાં તેઓ સફળ ન થતા આખરે તેઓએ સ્થળ છોડી ભાગી જવું પડ્યુ હતું.

ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા મામલા અંગે દુકાનના સંચાલક દ્વારા પોલીસ વિભાગને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ સીસીટીવી ફૂટેજની મદદથી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં અનેક સ્થળે છેલ્લા કેટલાય દિવસોથી ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળતા પોલીસ વિભાગની પેટ્રોલીંગ સામે પણ સવાલો ઉભા થયા છે, ત્યારે રાત્રીના સમયે પોલીસ વિભાગ ચુસ્ત પેટ્રોલિંગ કરે અને અજાણ્યા શંકાસ્પદ લોકોની કડક પૂછપરછ કરે તો આખી તસ્કર ગેંગનું પગેરું મળી શકે તેવી ચર્ચાઓ આ પ્રકારના ચોરીના વધતા બનાવો બાદથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.


Share

Related posts

અંકલેશ્વર : મોટરસાયકલ ચોરીનાં બે ગુનાઓ શોધી કાઢતી અંકલેશ્વર પોલીસ.

ProudOfGujarat

વડોદરાની ટ્રાયથલોનમાં કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ માટેના ટ્રાયલ કેમ્પ માટે ટ્રાયએથલીટ રિદ્ધિની યશસ્વી સિદ્ધિ.

ProudOfGujarat

વડોદરાની સેન્ટ્રલ જેલમાં બે કેદીઓના મોત થતા ચકચાર, સામે આવ્યું આ કારણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!