અંકલેશ્વર પંથકમાં એસ.એ. મોટર્સ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ કેનેરા બેંકમાં કોઈ અજાણ્યા ચોર ઇસમે ગત તારીખ 9 મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના અરસામાં એ.ટી.એમનું લોક તોડી ચોરી કરવાની કોશિશ કરી એ.ટી.એમ. ને નુકસાન પહોંચાડયું હતું.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર ગઈ તા.9 મી સપ્ટેમ્બરના રોજ સાંજના 6 વાગ્યાના અરસામાં એસ.એ. મોટર્સ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ કેનેરા બેંકને લોક કરી તમામ કર્મચારીઓ ઘરે ગયા હતા તે બાદ ગણપતિ તહેવારને કારણે બેંકમાં ત્રણ દિવસની રજા હતી જેથી ગતરોજ તા. 13 મી સપ્ટેમ્બરના રોજ સવારના પોણા દશેક વાગ્યાના અરસામાં એક કર્મચારી નોકરી પર હાજર થતાં બેંકમાં સાફ સફાઈ કરતા કર્મચારીએ જણાવ્યુ હતું કે એ.ટી.એમ.ની તિજોરીની બહારનો દરવાજો ખુલ્લો હતો અને બહારનો દરવાજો તૂટેલી હાલતમાં હતો અને કેસ ડિસ્પેશર પણ તૂટેલી હાલતમાં હતું જે બાદ પૈસા કાઢવાનું લોક તૂટી શક્યું ન હતું જેથી કોઈ ઇસમે ચોરી કરવાની કોશિશ કરેલ હતી. ત્યારબાદ સી.સી.ટી.વી કેમેરામાં જોતાં કોઈ અજાણ્યા ચાર ઈસમ રાત્રિના સમયે લોક તોડતા દેખાતા હતા જે અંગે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર