Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : પાંજરાપોળ પાસે અજાણ્યા યુવાનની કોઈક કારણસર હત્યા કરાતા ચકચાર.

Share

અંકલેશ્વર શહેરના પાંજરાપોળ પાસે અંદાજીત 42 વર્ષીય એક યુવાન કોઈક કારણસર હત્યા કરવામાં આવી હોવાની શંકા વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શહેર પોલીસ મથકના પી.આઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસે હત્યા કઇ રીતે થઇ અને અન્ય યુવાન કેવી રીતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો તે દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતકના વાલીવારસો અને ઈજાગ્રસ્તના સગા સંબંધોની શોધખોળની તજવીજ હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસ સૂત્રોથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના પાંજરાપોળ પાસે મરી જનાર કે જેઓ અજાણ્યા શખ્સ છે તે અને તેમની સાથે કોતવાલ ચૌહાણનાઓને કોઈ અજાણ્યા વ્યક્તિએ કોઈ અગમ્ય કારણોસર માર માર્યો હતો અને મૃતકને મોતને ઘાટ ઉતાર્યો હતો અને અન્ય ઇસમે માથાના ભાગમાં માર મારતા કોતવાલ ચૌહાણને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોચતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ શખ્સ કોણ છે તે અંગે અને ક્યાં કારણોસર તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે જે તપાસનો વિષય બનતા કામગીરી હાથ ધરવામાં આવી છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી નડિયાદ કોર્ટ.

ProudOfGujarat

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગોધરા સરદાર નગરખંડ ખાતે 14 ઓગષ્ટની રાત્રે ભવ્ય મુશાયરો યોજાશે.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના વિવિધ ૧૦ જેટલા કેન્દ્રો ખાતે ૧૮ થી ૪૪ ની વયજુથના ૩૬૧ જેટલા લોકોએ લીધો વેક્સીનેશનનો લાભ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!