અંકલેશ્વર પંથકમાં આવેલ માટીએડ ગામના રહીશ નામે આહીર મિહિરભાઈ મહેશભાઈ નાઓ ભેંસ ચરાવવા ગામની સીમમાં ગયા હોય ત્યારે કહેવાતા ભાજપા આગેવાન નામે દિવ્યેશ રમેશચંદ્ર પટેલ રહે, માટીએડ સહિત 4 ઈસમો દ્વારા વ્યક્તિગત દુશ્મનીના આધારે હોક્કી, લાકડી તેમજ અન્ય હથિયારો વડે આહીર મિહિર મહેશભાઈને મારમારી બંને હાથ તોડી તેમજ પગના ભાગમાં પણ ઈજા પહોંચાડી હતી અને તેઓને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. કહેવાતા નેતાઓના પીઠબળ દ્વારા દિવ્યેશ પટેલ દ્વારા અવનવાર આ રીતે સત્તાનો દૂરઉપયોગ કરવામાં આવે જ છે અને જાહેરમાં ગુંડાગીરી ભર્યું વર્તન અવારનવાર કરતા જ આવ્યા છે. હાલ આહીર મિહિર મહેશભાઈને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દાખલ કરેલ છે. જે અંગે આહીર મિહિરભાઈ મહેશભાઈએ ચારેય ઇસમો વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો અને ચારેય ઇસમોને સજા ફટકારવાનું જણાવવામાં આવ્યું હતું.
ભાજપા આગેવાનો :-
(1) દિવ્યેશભાઇ રમેશભાઈ પટેલ રહે, માટીએડ, અંકલેશ્વર, ભરુચ
(2) લાલભાઈ ગજેન્દ્રસિંહ ડોડીયા રહે, માટીએડ, અંકલેશ્વર, ભરુચ
(3) ગજેન્દ્રસિંહ ડોડીયા રહે, માટીએડ, અંકલેશ્વર, ભરુચ
(4) જ્યોતિષભાઇ બ્રહ્મણ રહે, માટીએડ, અંકલેશ્વર, ભરુચ