અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ દિલ્લી ટ્રેડિંગનાં ગોડાઉનમાં બાર દિવસ અગાઉ ચોરી થઈ હતી તે અંગે અંકલેશ્વર પોલીસ સતર્ક હતી.
ત્યારે બનાવ અંગે મળેલ માહિતી અનુસાર, આજથી બારેક દિવસ અગાઉ જી.ઇ.બી.ઓફિસની બાજુમાં આવેલ દિલ્લી ટ્રેડિંગના ગોડાઉનમાં થયેલ ચોરીનો મુદ્દામાલ આરોપીઓએ દિલ્લી ટ્રેડિંગના ગોડાઉનમાં નજીકમાં આવેલ એક બંધ કંપનીના કમ્પાઉન્ડમાં આવેલ બાવળના ઝુંડમાં સંતાડેલ હતો અને તેમાંથી થોડો થોડો માલ વેચવા માટે લઈ જતો હતો અને તેના ઉપર એક ઈસમ રોજ રોજ વોચ રાખી રહ્યો હતો. જે બાતમીને આધારે બાતમીવાળી જગ્યા પર આરોપી હાજર હતા જેને ગતરોજ પકડી પાડવામાં આવ્યો હતો અને વધુ મુદ્દામાલ અંગે પૂછપરછ કરતાં અને બાવળની ઝાડીવાળી જગ્યા પર પૂછપરછ કરતાં મુદ્દામાલ મળી આવ્યો હતો અને દિલ્લી ટ્રેડિંગ ગોડાઉનમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેની પાસેથી હોસ પાઇપ 8 MM 600 મીટર કિં.રૂ. 18,408 નો મુદામાલ મળી આવેલ અને અન્ય 4 જેટલા ફરાર ઇસમોને ધરપકડ કરવાની કામગીરી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપી :-
સુરજ શંકરભાઇ મરાઠી રહે, પટેલ નગર ઝુંપડટ્ટી , અંકલેશ્વર
વોન્ટેડ આરોપીઓ :-
(1) સુરેશ કાકા રહે, પ્રતિક ચોકડી પાસે ફૂટપાટ પર અંકલેશ્વર, ભરૂચ
(2) હરિચંદ મિઠુભાઈ ખરડે રહે, જૂની કોલોની પાસે અંકલેશ્વર જી.આઈ.ડી.સી., અંકલેશ્વર, ભરૂચ
(3) બાબુ ઉર્ફે બટાકો ઘનશ્યામ વર્મા રહે, ગોપાલ નગર ટેન્કર ગેટ પાસે, અંકલેશ્વર, ભરૂચ
(4) રોહિત ભાંગરિયો રહે, પ્રતિક ચોકડી પાસે ફૂટપાટ પર અંકલેશ્વર, ભરૂચ નાઓની ધરપકડ કરવા અર્થે કામગીરી હાથ ધરી હતી.