અંકલેશ્વર પંથકમાં દિવસે અને દિવસે દારૂના વેચાણનો મામલો ઘણો વધી રહ્યો છે. બુટલેગરો બેફામ બન્યા છે. અંકલેશ્વર પંથકમાં દરરોજ હજારોની મત્તામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જ્થ્થાનું વેચાણ ઝડપાઇ થયું છે. ત્યારે આજરોજ પણ વાલિયા ચોકડી પાસે લાખોની મત્તાનો વિદેશી દારૂના વેચાણનો જથ્થો ઝડપાયો હતો.
પોલીસ સૂત્રોથી બનાવ અંગે મળતી માહિતી અનુસાર, ચાર જેટલા ઇસમો વગર પાસ પરમીટનો આર્થિક નફા માટે પ્રતિબંધિત પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની-મોટી બોટલો મળીને કુલ 756 નંગ દારૂની બોટલો જેની કુલ કિંમત 1,17,600/- ના મુદામાલને વેચાણ કરવા અર્થે જિગ્નેશભાઈ કિરીટભાઇ પરિખનાઓએ નવાપુર પંકજ પાસે મંગાવ્યો હતો. જેમાં પકડાયેલ ચારેય આરોપીઓએ તેનું વેચાણ જિગ્નેશભાઈને કરી રહ્યા હતા પરંતુ જિગ્નેશભાઈ જગ્યા પર આવ્યા ન હતા જેથી પોલીસને મળેલ બાતમીને આધારે સ્થળ પર પહોચતા ચારેય આરોપીઓની ધરપકડ કરી અને ચારેય આરોપીઓ પાસેથી રોકડ રકમ 1,74,000/-, સિયાઝ ગાડી નંબર GJ 16 BG 6855 જેની કિમત 4,00,000/-, સ્વિફ્ટ ગાડી નંબર GJ 06 FC 7063 જેની કિમત 3,00,000/- તથા મોબાઈલ નંગ 7 જેની કિમત 36,500/-નો મુદ્દામાલ મળીને કુલ 10,28,100/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
પકડાયેલ આરોપીઓ :-
(1) દિવ્યેશભાઇ હરેશભાઈ કાલરિયા રહે, કિમસૂર્યોલોક એપાર્ટમન્ટ મકાન નં.03, કીમ સુરત
(2) આકાશભાઈ રાજેશભાઈ વસાવા રહે, સી 44, કામધેનુ સોસાયટી ભોલાવ, ભરૂચ
(3) ચાંદઅલી કરમઅલી શેખ રહે, મકાન નંબર 301 રંગૂન નગર , કરિશ્મા ગાર્ડન પાસે નવસારી
(4) વિજયભાઈ દયારામ સોનવણે રહે, શાસ્ત્રી નગર નવાપુર, નંદુરબાર, મહારાષ્ટ્ર
વોન્ટેડ આરોપીઓ :-
(1) જિગ્નેશભાઈ કિરીટભાઇ પરિખ રહે, અંકલેશ્વર જી.આઈ.ડી.સી.
(2) પંકજ સોનવણે રહે, નવાપુર નાઓ અંગે શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
મુકેશ વસાવા : અંકલેશ્વર