આજરોજ અંકલેશ્વરમાં ગડખોલ પાટીયા નવા બ્રિજથી લઈને ચૌટા નાકા રીક્ષા સ્ટેન્ડ સુધી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર-અંદાડાં –સમોર માંડવા રોડનું વાઇડનીંગ અને સ્ટ્રેન્ધનીંગની કામગીરી પ્રગતિ હેઠળ જેને કારણે ચૌટાનાકાથી સુરવાડી બ્રિજ સુધીના વિસ્તારમાં રસ્તાની બંને તરફ લારી – ગલ્લાઓનું દબાણ કરવામાં આવ્યું હતું.
નગરપાલિકાનો સ્ટાફ, નાયબ કાર્યપાલનો સ્ટાફ તથા પોલીસ સ્ટાફની હાજરીમાં દબાણની કામગીરી કરવામાં આવી હતી. ગેરકાયદેસરના મકાનોના દબાણોને પણ દૂર કરવામાં આવ્યા હતા. લોકો દ્વારા સરકારની જગ્યા પર ગેરકાયદેસર રીતે વ્યવસ્થાપન ઊભું કરવામાં આવે છે ત્યારે સરકાર દ્વારા તત્કાળ નિર્ણય લઈ અને આ પ્રકારના દબાણને દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે.
ત્યારે સ્થાનિકો દ્વારા જાણવામાં આવ્યું હતું કે તેઓને જાણ કર્યા વિના જ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે તેઓને રસ્તા પર આવી જવાની નોબત આવી ચૂકી છે અને લોકોને ઘણી હાલાકી વેઠવાનો વારો આવી ગયો છે. ત્યારે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે કોઈ જમીન પર તેઓને રહેવા માટે જ્ગ્યા આપે તો જ દબાણો હટાવે.
મુકેશ વસાવા, અંકલેશ્વર