આજરોજ અંકલેશ્વરમાં આવેલા નગરપાલીકાના સભાખંડમાં ગણેશ ચતુર્થીને લઈને અગત્યની મીટીંગ યોજવામાં આવી હતી. આવતીકાલથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે તેના વ્યવસ્થાપન અને નિયમોના કામોને લઈને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર નગરપાલિકા ખાતે ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઇ અને પ્રાંત અધિકારી રમેશ ભાગોરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી.
યોજાયેલ મિટિંગમાં ગૃહ વિભાગ દ્વારા પ્રિપત્રોને લઈને સમજૂતી આપવામાં આવી હતી અને મંડળોને 4 ફૂટ સુધી જ ગણેશ પ્રતિમા મૂકવાની મંજૂરી આપવામાં આવશે અને જે લોકો ઘરે મુર્તિ સ્થાપિત કરવાના છે તેઓને ફરજિયાતપણે 2 ફૂટની મુર્તિ સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તે સહિત વિસર્જન કરવા માટે 15 વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ રાખીને અને કોવિડની ગાઈદલાઇનનું પાલન કરવાનું રહેશે. અંકલેશ્વર નગરપાલિકા હદની અંદર જળકુંડની વ્યવસ્થા કરવામાં આવી છે જેનો ઉપયોગ વિસર્જન કરવા માટે કરવામાં આવશે. જેમાં ઉપસ્થિત ચિરાગ દેસાઈ, ડીવાયએસપી પ્રાંત અધિકારી રમેશ ભગોરા, નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, ચીફ ઓફિસર તમામ અધિકારીઓએ, તમામ મંડળોના પ્રમુખ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર
અંકલેશ્વર : નગરપાલિકા ખાતે ગણેશ ચતુર્થીની અગત્યની મીટીંગ યોજાઇ.
Advertisement