અંકલેશ્વરની નામાંકિત સનફાર્મા કંપની દ્વારા ભરૂચ જિલ્લામાં કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ, પર્યાવરણને લગતા વિકાસલક્ષી કાર્યો કરી રહી છે. કંપનીએ તેમના મોડેલ સ્કૂલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત આ ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમ તૈયાર કરવા માટે તેમની ગ્રુપ કંપની આદિત્ય મેડી સેલ્સના સી.એસ.આર. ભંડોળ હેઠળ આશરે રૂપિયા 3,50,000 જેટલો બાળકોના આધુનિક શિક્ષણના હિતમાં ખર્ચ કરવામાં આવેલ છે. આ ડિજિટલ સ્માર્ટ ક્લાસ રૂમનો ઉપયોગ શાળાના 581 જેટલા વિદ્યાર્થીઓને સીધો લાભ મળનાર છે.
આ ઉદઘાટન અને અર્પણવિધિ સમારોહના મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક તરીકે અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી માનનીયા ડોક્ટર અલ્પનાબેન નાયર હાજર રહ્યા હતા તથા સનફાર્મા કંપનીના અધિકારીઓ પ્લાન્ટ હેડ અમોલ ચૌહાણ, એચ. આર. હેડ વિશાલ જોશી, પ્રોડક્શન હેડ મહેશ પટેલ, ક્લસ્ટર સી.એસ.આર. હેડ સેજાદ બેલીમ ખાસ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
તાલુકા પંચાયત સદસ્ય ફેમિદાબેન મહેતા, ગામના સરપંચ વિષ્ણુભાઈ વસાવા તેમજ ડેપ્યુટી સરપંચ ઈમરાનભાઈ પટેલ તેમજ તલાટીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોનું સ્વાગત શાળાના આચાર્ય રાજુભાઇ પ્રજાપતિએ કરેલ હતું અને આભારવિધિ શાળાના શિક્ષકે કરેલ હતી.
અંકલેશ્વરમાં “ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમ” નું ઉદ્ઘાટન અને અર્પણવિધિ સમારોહ આયોજન કરાયું.
Advertisement