Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રાજપીપળા ચોકડી ઓવરબ્રીજ પર ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર ગઇકાલે રાત્રિના સમયે અંકલેશ્વર રાજપીપળા ચોકડી ઓવરબ્રીજ પરથી પસાર થતી ટ્રક નં. RJ-04-GB-1274 માં અચાનક જ આગ લાગવાને પગલે બ્રીજ ઉપરથી પસાર થતા વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો. થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ટ્રક ભડભડ બળવા લાગી હતી.

આ ઘટનાની જાણ અંકલેશ્વર DPMC ને કરાતા તાત્કાલીક બે જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આ ધટનામાં કોઇ જાનહાની ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. પરંતું આખી ટ્રક બળીને ખાક થઈ ગઈ હતી. જોકે આ આગ કેવી રીતે લાગી તે હજુ જાણી શકાયું નથી. ઘટનાના પગલે અંકલેશ્વર શહેર પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ભરૂચમાં પોલીસની ખોટી ઓળખાણ આપી છેતરપીંડી આચારનારી ગેંગ ઝડપાઈ

ProudOfGujarat

ભરૂચના સાંસદ અને વાગરાના ધારાસભ્ય દ્વારા કપાસની ખેતીમાં થયેલ નુકશાન બાબતે રજુઆત.

ProudOfGujarat

અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે અકસ્માત બાદ બાઈક ચાલકે કન્ટેનર ચાલક પાસે ખર્ચો માંગવાના બહાને બળજબરી કરી પર્સ ઝૂંટવી લીધું હોવાના આક્ષેપ કર્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!