ચોમાસુ શરૂ થતાની સાથે જ તંત્રની પોલ સામે આવતી જોવા મળે છે, ઠેર-ઠેર ગંદકી અને કચરાના ઢગ સહિત રસ્તાઓની હાલત બિસમાર તો ક્યાથી કાંસ ઉભરાતી જોવાં મળતી હોય છે તે જ રીતે વોર્ડ નંબર 9 ના રહીશો તંત્રની બેઈમાનીથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે.
અંકલેશ્વરના વોર્ડ નં. ૯ માં વારંવાર ગંદકી અને કચરાના ઢગ્લાથી રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. અનેક વખત રજૂઆત છતાં કોઇ પરિણામ ન મળતા સ્થાનીકોએ જાતે જ કચરો ભેગો કર્યો. અંકશ્વરમાં રેલ્વે સ્ટેશન નજીક આવેલ ગ્રીન પાર્ક સોસાયટીમાં પાલિકાનાં ઉદાસીન વલણના પગલે વારંવાર ગંદકી તેમજ કચરાના ઢગલાના પગલે સ્થાનિકોને મચ્છરોના ત્રાસ અને દુર્ગંધમાં જીવવાનો વારો આવ્યો છે.
સ્થાનિકો દ્વારા વોર્ડના કાઉન્સીલરોને પણ આ કચરો ઉઠાવડાવી સફાઇ કરવા બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી પાલિકા દ્વારા ન કરવામાં આવતી હોવાના અને પાલિકા સત્તાધીશો સહિત કોર્પોરેટરો માત્ર ઓફીસમાં જ બેસી રહેતા હોવાના આક્ષેપો કરી પોતાની વ્યથા મીડીયા સમક્ષ ઠાલવી અને તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો હતો.
મુકેશ વસાવા : અંકલેશ્વર